નીતા લીંબાચીયા, અમદાવાદ
08 જૂન 2022:
આ દરમિયાન BAI ના NATIONAL PRESIDENT શ્રી નિમેષભાઈ ડી. પટેલે જણાવ્યું હતું કે આજે સ્ટીલ,પેટ્રોલ, કોલ, મેટલ વગેરે મટીરીઅલ્સ માં જે ભાવ વધારો થયો છે તેના કારણે તમામ બિલ્ડર્સ પર જે ભાર વધ્યો છે તે બાબતે બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા કેન્દ્ર સરકાર માં રજૂઆત કરી રહી છે.
મુખ્ય અતિથિ શ્રી કૌશલ કિશોર જી, રાજ્ય મંત્રી, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ પણ બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ની રજૂઆત પર ધ્યાન આપ્યું હતું તેમજ તેના નિરાકરણ માટે ની મદદ ની ખાતરી આપી હતી. વધુ માં તેઓ એ વ્યસન મુક્તિ પર ભાર આપ્યો હતો તેમજ જણાવ્યું હતું કે વ્યસન થી ને માત્ર આર્થિકજ નહિ પરંતુ માનસિક તેમજ શારીરિક નુકશાન થાય છે તેથી ભારત ને વ્યસન મુક્ત ભારત બનાવવું એ આપ સૌની ફરજ છે.
શ્રી નિમેષભાઈ પટેલે એક ખૂબ જ મહત્વ ની જાહેરાત કરી હતી , વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની વિવિધ યોજનાઓ માની “સુકન્યા સમૃદ્ધિ યોજના” ને BAI દ્વારા અપનાવવા મા આવી હતી અને એક ટીમ તરીકે બધા તેના માટે ટૂંક સમયમાં કામ કરવાનું શરૂ કરી દેશે અને તેમણે બધાને ખાતરી આપતા જણાવ્યું હતું કે અમે ગુજરાત રાજ્યમાં 1,00,000 સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ્સ ખોલી ને અમારા લક્ષ્ય ને પ્રાપ્ત કરીશું અને લક્ષ્ય સુધી પહોંચ્યા પછી, અમે તમામ રાજ્યોમાંથી તમામ 200+ કેન્દ્રોની મદદથી સમગ્ર ભારતમાં 10,00,000 સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ્સ મેળવવાનો પ્રયાસ કરીશું.
BAI ના NATIONAL PRESIDENT નિમેષભાઈ પટેલે કૌશલ કિશોરજી ની વ્યસન મુકત ભારત ની રજૂઆત ને ધ્યાન માં લઇ ને તેની માટે નવી કમિટી બનાવવા નું તેમજ આ કમિટી દ્વારા વ્યસન મુકત ભારત માટે કરવા પડતા તમામ કાર્યો ને પ્રાધાન્ય આપી ને વ્યસન મુકત ભારતના નિર્માણ માં સિંહ ફાળો આપવાનો સંકલ્પ કરેલ છે.