નીતા લીંબાચીયા, અમદાવાદ
04 જૂન 2022:
પરંપરાગત આર્કિટેક્ચર ના ઉત્ક્રાંતિ ની નિરંતર પ્રક્રિયા સ્થળની ભૌગોલિક, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય જટિલતાઓને પ્રતિલિમ્બિત કરે છે. હિમાચલ પ્રદેશની કુલ્લુ ખીણમાં આવેલા નગ્ગર અને ચચોગી ગામોના સાંસ્કૃતિક અને ભૌતિક લેન્ડસ્કેપની સુમેળભરી તાલમેલમાંથી “Timeless Echoes of Kulluta ” શીખે છે.
ડીપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચર, ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિસાઇન એન્વાયરન્મેન્ટ એન્ડ આર્કિટેક્ચર,ઇન્ડસ યુનિવર્સિટી એ મે ૨૦૨૨ માં હિમાચલ પ્રદેશ ના નગ્ગર ખાતે “NORTH ” સ્થાપક રાહુલ ભૂષણ અને તેમની ટીમના સહયોગ થી સમર કૉલબ્રટિવે પ્રોગ્રામ નું આયોજન કર્યું હતું.
આ પ્રોગ્રામમાં અર્બન મોરફોલોજી ને સમજવા અને બાંધકામનું ડોક્યુમેન્ટશન તેમજ લોકો અને સ્થળ ની સાંસ્કૃતિક- સામાજિક પેટર્ન વચ્ચેના જોડાણો સ્થાપિત કરવા સુધીના વિસ્તૃત અભ્યાસને આવરી લેવામાં આવ્યા હતા.અભ્યાસ નો હેતુ કુલ્લુ ખીણની પરંપરાગત “કાટ -ખૂની” આર્કિટેક્ચરની પ્રક્રિયાના કારણ અને અસરને સમજવાનો અને આર્કિટેક્ચર પ્રેકટીસમાં તેની સાતત્યનું વિશ્લેષણ કરવાનો હતો.આ કાર્યક્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા ડોક્યુમેન્ટરી, પબ્લીકેશન અને પ્રદર્શન તૈયાર કરવા માં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આર્કિટેક્ચર વિભાગના સેમેસ્ટર ૮ અને ૪ ના ૨૪ વિદ્યાર્થીઓની ટીમનો સમાવેશ થયો હતો.આ સમર કૉલબ્રટિવે પ્રોગ્રામ નું માર્ગદર્શન આર્કિટેક્ચર વિભાગના ૨ ફેકલ્ટી સભ્યો નૈતિક વખારિયા અને શ્રેયા કૌલ દ્વારા પૂરું પાડવામાં હતું. વિદ્યાર્થીના કાર્યના ૨ પ્રદર્શનો અનુક્રમે ૨૧મી મે ૨૦૨૨ અને ૩૦ મી મે ના રોજ NORTH સ્ટુડિયો અને ઇન્ડસ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યા હતા.ઇન્ડસ યુનિવર્સિટી ખાતે ૩૦ મી મે થી ૬ જૂન સુધી પ્રદર્શન યોજવા માં આવ્યું છે
જેનું ઉદ્દઘાટન Prof. Vedvyasji Dwivedi (Executive Vice President, Indus University) , Dr. R.K. Singh (Registrar, Indus University), and Dr. Naresh Chhatwani (Head of Department, Institute of Design Environment and Architect, Indus University), joined by Mr. P.J. Maniar (DGM Admission), K.S.R. Swamy (DGM Training and Placement), and Alok Mishra (General Manager HR) દ્વારા કરવામાં આવ્યું હતું.