:ગામની સાદગી લોકોને ગમી રહી છે.
:વેબ સિરીઝમાં સ્થાનિક કલાકોરોએ પણ અભિનય દર્શાવ્યો
નીતા લીંબાચીયા, અમદાવાદ, ગુજરાત, 31મે 2022:
એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયેલી વેબ સિરીઝ પંચાયત સીઝન-2 લોકોના દિલ જીતી રહી છે. કોમેડી અને ડ્રામાથી ભરપૂર આ વેબ સિરીઝમાં અભિનેતા જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુવીર યાદવની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ધ વાઈરલ ફીવર પ્રોડક્શનની સીઝન્સનું નિર્દેશન દીપક કુમાર મિશ્રા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના ફકૌલી તાલુકામાં આવેલા ફૂલેરા ગામ અને તેની પંચાયતને દર્શાવે છે. પરંતુ ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશના સિહોરના મહોડિયા ગામમાં થયું છે. પંચાયત સીઝન 2 પહેલા પંચાયત સીઝન 1 પણ આ ગામમાં શૂટ કરવામાં આવી છે.
મુખ્ય પાત્રો સિવાય, સાન્વિકા, ચંદન રોય, ફૈઝલ મલિક અને દુર્ગેશ કુમાર સહિત અન્ય ઘણા કલાકારો અને ક્રૂ મેમ્બરોએ આ ગામમાં બે મહિના સુધી શૂટિંગ કર્યું હતું. પંચાયત ભવન કે જેની આસપાસ વેબ સિરીઝનું શૂટિંગ કરવામાં આવ્યું છે તે વિકાસ કાર્યોને કારણે પ્રથમ સીઝન (2019) માં દર્શાવવામાં આવેલા પંચાયત ભવનથી તેના દેખાવમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. પરંતુ શૂટિંગ માટે, મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડ અને પંચાયત રાજ વિભાગ, મધ્યપ્રદેશ સરકારની મદદથી, બિલ્ડિંગને અસ્થાયી ધોરણે પહેલાની જેમ રૂપાંતરિત કરવામાં આવી હતી અને શૂટિંગ માટે સહાય પૂરી પાડવામાં આવી હતી. તે પછી, તે તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવામાં આવી છે.
લોકપ્રિયતાની સાથે સાથે રોજગાર પણ મળ્યો
પંચાયત વેબ સિરીઝ રિલીઝ થતા જ૭ મધ્યપ્રદેશના સિહોર જિલ્લાનું મહોડિયા ગામ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયું છે. ગામની શેરીઓ, ખેતરો, મકાનો, રસ્તાઓ વગેરે પણ દર્શાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે મહોડિયા ગામના સરપંચ પણ એક મહિલા છે. અહીં ફિલ્મમાં બતાવેલ લોકેશન જોવા માટે લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે. પ્રવાસન ઉપરાંત રોજગારીની તકો પણ ઉભી થઈ છે. ઘણા સ્થાનિક કલાકારોને વેબ સિરીઝમાં પોતાનો અભિનય બતાવવાનો મોકો મળ્યો છે.
શૂટિંગ માટે મધ્યપ્રદેશ ફેવરિટ સ્થળ બની ગયું છે
તેની ભૌગોલિક સ્થિતિ, સરકારી સ્તરે સહકાર સહિતના સુંદર સ્થળોને કારણે મધ્યપ્રદેશ હવે ફિલ્મો અને વેબસિરીઝના શૂટિંગ માટે દેશનું મુખ્ય પ્રિય રાજ્ય બની ગયું છે. રાજ્યમાં ફિલ્મના શૂટિંગનો ઈતિહાસ ઘણો જૂનો છે, પરંતુ મધ્યપ્રદેશ ફિલ્મ પ્રવાસન નીતિ 2020 આવ્યા બાદ શૂટિંગ માટે ફિલ્મસર્જક, ફિલ્મ નિર્માતાઓનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. તાજેતરમાં રીલીઝ થયેલી ફિલ્મ શેરની, દુર્ગામતી, છોરી, ધાકડ, ભુજ વગેરે અને બેવસીરીઝમાં મહારાણી, ગુલક, માનવ, કાલી-કાલી આંખે વગેરેએ હેડલાઇન્સ બનાવી છે.
#bharatmirror #bharatmirror21 #news #mp #panchayat-2web series #ahmedabad