નીતા લીંબાચીયા, અમદાવાદ
26 May 2022:
ભારતના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે પોતાના જીવનને જોખમમાં મૂકીને નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરતાં ફાયર અને રેસ્ક્યુ ઓફિસર્સની ઉમદા કામગીરીનું સન્માન કરવા તથા જનતા સમક્ષ તેમની સાહસિક કામગીરી અંગે જાણકારી ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ગાંધીનગરમાં સ્વર્ણિમ પાર્ક ખાતે ગુજરાત ફાયર એન્ડ રેસ્ક્યુ એવોર્ડ્સ ગર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
પડદા પાછળ રહીને પોતાની જાતને ચિંતા કર્યાં વિના દરેક ભારતીયના જીવનમાં સુરક્ષાની ભાવના સુનિશ્ચિત કરવાના સંકલ્પ સાથે કામગીરી નિભાવતા ભારતીય સુપરહીરોની ઓળખ કરીને તેમનું સન્માન કરવાના ઉદ્દેશ્ય સાથે ગર્વ સંસ્થા કામ કરે છે. ફાયર અને રેસ્ક્યુ ઓફિસર્સની સજ્જતાને કારણે આપણા સમાજ રહેવા માટેની ઉત્તમ જગ્યા બને છે. ત્યારે આ હીરોની ઓળખ કરીને દેશની જનતા સમક્ષ તેમની સહાનુભૂતિ, પ્રેમ, સંવેદનશીલતા અને નિઃસ્વાર્થ કામગીરી અંગે જાણકારી પેદા કરવી ખૂબજ જરૂરી બને છે.
આ કાર્યક્રમમાં ગુજરાતના ફાયર વિભાગના અધિકારીઓની ઉમદા કામગીરીની ઓળખ કરીને બૉલીવુડ હિરોઈન અમિષા પટેલના હાથે તેઓને સન્માનિત કરાયા હતાં. તેમની વીરતા અને સાહસિકતા આગામી પેઢી માટે ચોક્કસપણે પ્રેરણાદાયી બની શકે છે. દેશમાં યુવાનોની સંખ્યા ખૂબજ વિશાળ છે. તેવી સ્થિતિમાં આપણા સુપરહીરોની કામગીરીથી તેમને પ્રેરણા મળશે અને દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં યુવાનો પણ આગળ વધીને યોગદાન આપશે.
જ્યુરીના સદસ્યોમાં ભારત સરકારના ભુતપૂર્વ ફાયર એડવાઇઝર ડો. ડી. કે. શમી, દિલ્હી ફાયર સર્વિસના ભુતપૂર્વ સીએફઓ એસ.કે. ધેરી, યુપી સ્ટેટ ફાયર સર્વિસના ભુતપૂર્વ ડાયરેક્ટર પી. કે. રાવ, મુંબઇમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભુતપૂર્વ ડેપ્યુટી કમીશનર ડો. પ્રભાત રાહાન્ડલે, ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસના ડાયરેક્ટર કે. કે. બિશ્નોઇ અને ગુજરાત રાજ્યના આઇએફઇ, સીએફએસઓ, એસપીએઆઇ, એઆઇએફએસએસસીબ, એઆઇએફએફએફ, જીએફએસઓડબલ્યુએના પ્રેસિડેન્ટ સ્વસ્તિક જાડેજા સામેલ હતાં.
#bharatmirror #bharatmirror21 #news #garvaward #gujaratfirerescue&safetyaward #ahmedabad