અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
16 May 2022:
મહેસાણા જીલ્લાના ઐતિહાસિક અને વર્લ્ડ હેરીટજ ગણાતા લાંઘણજ ગામને તાલુકાનો દરજ્જો આપવા માટે લાંઘણજ ગામ અને લાંઘણજ ગામની આસપાના 33 કરતાં પણ વધારે ગામના નાગરીકોઓ કટિબધ્ધતા અને વચનબધ્ધતા વ્યક્ત કરી હતી. સ્વયંભુ પ્રગટ શ્રી પિંપળેશ્વર દાદાના પ્રાગટ્યસ્થાન અને તિર્થસ્થાન શ્રી પિંપળેશ્વર મંદિર ખાતે અમે તૈયાર છીએ,વધામણાં કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

લાંઘણજ ગામના સમસ્ત ગામજનો દ્વારા આયોજીત અમે તૈયાર છીએ, વધામણાં કરવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. લાખો શ્રધ્ધાળુઓના આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર બનેલા શ્રી પિંપળેશ્વર દાદાની ક્રુપાથી લાંઘણજ ગામને તાલુકાનો દરજ્જો પ્રાપ્ત થાય તેવી તકો ઉજળી બની છે. ત્યારે શ્રી પિંપળેશ્વર દાદાના સાનિધ્યમાં 33 ગામોના સરપંચો અને પદાધીકારીઓ દ્વારા લાંઘણજ ગામને તાલુકાનો દરજ્જો મળે તે માટે વચનબધ્ધતા તથા કટિબધ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
આયોજીત ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત 33 કરતાં વધારે ગામોના ચુંટાયેલા સરપંચ, ઉપસરપંચ, પદાધીકારીઓ, સહકારી સંસ્થાઓના અગ્રણીઓ, સમાજના શુભચિંતકો-શુભેચ્છકો સહિતના મહાનુભાવોના સન્માનનો કાર્યક્રમ પણ યોજાયો હતા. 33 કરતાં પણ વધા ગામોના સરપંચો દ્વારા લાંઘણજ ગામને તાલુકાનો દરજ્જો મળ ેતે માટે સંમતિ દર્શાવતા અને તે માટે કટિબધ્ધતા વ્યક્ત કરતા પ્લે કાર્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ઐતિહાસિક લાંઘણજ ગામને તાલુકાનો દરજ્જો આપવામાં આવે તો લાંઘણજ ગામની આસપાસના 33 કરતાં પણ વધારે ગામોને સુવિધાયુક્ત બનાવી શકાય, કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ લોકહિતની યોજનાઓના અમલીકરણમાં સરળતા રહે અને છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓના લાભો મહત્તમ અને અસરકારક રીતે પહોંચી શકે. લાંઘણજ ગામને તાલુકાનો દરજ્જો આપવામાં આવે તો આરોગ્યલક્ષી, શૈક્ષણિક મહત્તમ લાભો 33 કરતાં પણ વધારે ગામોના લોકોને સરળતાથી મળી શકે. લાંઘણજ ગામને તાલુકાનો દરજ્જો મળે તો પોલીસ મથક, કોર્ટ કચેરી અને સરકારના વિવિધ વિભાગોની કચેરીઓ કાર્યરત થાય તો અત્યારે લોકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ આવી શકે.
ઉલ્લેખનીય છે કે લાંઘણજ ગામના નવનિયુક્ત મહિલા સરપંચ દ્વારા તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સચિવ સહિતના અધિકારીઓને લાંઘણજ ગામને તાલુકાનો દરજ્જો મળે તે માટે રજુઆતો લેખીત રીતે કરવામાં આવી હતી. જેના અનુસંધાને જીલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને લાંઘણજ ગામને તાલુકાનો દરજ્જો આપવા અંગે કાર્યવાહી કરવા બાબતો સુચનો પણ કરવામાં આવ્યા હતા.

ઐતિહાસિક લાંઘણજ ગામનો મહેસાણા જીલ્લાના રાજકારણમાં પણ દબદબો વર્ષોથી રહ્યો છે. લાંઘણજ ગામના રાજકીય નેતાઓના સંબંધો ઉચ્ચ કક્ષાના રહ્યા છે. લાંઘણજ ગામની ધરતી પર જન્મેલા મહાનુભાવોનું શૈક્ષણિક, રાજકીય સહિતાના ક્ષેત્રોમાં મોટું યોગદાન રહ્યું છે. લાંઘણજ ગમના હજારો નાગરીકો અમેરીકા, કેનેડા, બ્રીટન, ઓસ્ટ્રેલીયા સહિતના દેશોમાં સ્થાઈ થયા છે, હજારો નાગરીકો ઉધ્યોગ સાહસિકો તરીકે સફળતા પ્રાપ્ત કરી ચુક્યા છે. ગુજરાત અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં લાઘણજ ગામના મહાનુભાવો ઉચ્ચ અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે. મહેસાણા જીલ્લાના રાજકારણમાં પણ લાંઘણજ ગામના સમાજ સેવકોનો દબદબો રહ્યો છે.
લાંઘણજ ગામને તાલુકાનો દરજ્જો પ્રાપ્ત થાય તે માટે આજુબાજુના 33 કરતાં પણ વધારે ગામોના સરપંચ,પદાધીકારઓ અને સમાજના હિતચિંતકોએ આસા વ્યક્ત કરી હતી કે લાંઘણજને તાલુકા નો દરજ્જો આપવામાં આવશે તો જીલ્લાનો વિકાસ ઝડપથી,સરળતાથી અને અસરકારક રીતે વધી જશે.નાગરીકોને પણ વિવિધ સેવાઓ પ્રાપ્ત કરવામાં અત્યારે નડતી મુશ્કેલીઓનો અંત આવી જશે.તે માટે જ તમામ ઉપસ્થિત મહાનુભાવોએ શ્રી પિંપળેશ્વર દાદાની સાક્ષીમાં વચનબધ્ધતા અને કટિબધ્ધતા વ્યક્ત કરી હતી.
અત્યંત મહત્વતા ધરાવે છે લાંઘણજ ગામમહેસાણા જીલ્લાનું લાંઘણજ ગામ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. લાંઘણજ ગામની ચારેબાજુ આવેલા રેતીના પહાડ જેવા અંધારીયા ટીંબા વર્લ્ડ હેરીટેજમા નામ ધરાવે છે, જેના પેટાળમાં રહસ્યો ધરબાયેલ પડ્યા છે.કાયદો અને સલામતી તથા નાગરીકોના જાનમાલની સુરક્ષા કરવા માટે રાજ્યના ગ્રુહ વિભાગ દ્વારા લાંઘણજ પોલીસ સ્ટેશન કાર્યરત કરાયું છે. લાંઘણજ ગામની આજુબાજુના 43 ગામ લાંઘણજ પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવે છે. લાંઘણજ ગામ હેરીટેજ સાઈટ છે,ભવિષ્યમાં પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરી શકાય.
લાંઘણજ ગામમાં વર્ષોથી રેફરલ હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં દર્દીઓને વિનામુલ્યે વિવિધ પ્રકારની સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે.ભવિષ્યમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી મોટી હોસ્પિટલ(સિવિલ) સ્થાપિત કરી શકાય.તો આજુબાુના હજારો નાગરીકોને ત્વરીત ઝડપે મેડીકલ સારવાર આપી શકાય. જેનો લાભ હજારો નાગરીકોને મળી શકે.
વર્ષો પહેલાં ગાયકવાડ સરકારમાં લાંઘણજ ગામના અંધારીયા ટીંબા પાસે વિશાળ જગ્યામાં રેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું હતું. જે રેસ્ટ હાઉસ ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી છે.જની વિશાળ જગ્યામાં સરકારના વિવિધ વિભાગોની ઈમારતો બાંધવા જમીનની ફાળવણી કરી શકાય. ઉપરાંત વર્ષોથી ટપાલ સુવિધા માટે પોસ્ટ ઓફિસ કાર્યરત છે.જેના તાબામાં અસંખ્ય ગામોની સેવા સંકળાયેલી છે.

લાંઘણજ ગામ એ મા સરસ્વતીની ઉપાસના કરતું ગામ ગણાય છે.સંસ્કારોનું સિંચન કરતું પુસ્તકાલય પણ ગાયકવાડ સરકારના સમયથી કાર્યરત છે.ગામમાં વિવિધ પ્રકારની બેંક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. મહેસાણા જીલ્લા માં આવેલા રેલવે સ્ટેશનમાં લાંઘણજ ગામના રેલવે સ્ટેશનની પણ મહત્વતા રહેલી છે. રેલ સુવિધા ને આધુનિક બનાવવાની ઉજળી તકો રહેલી છે. ઉપરાંત મહેસાણા-ગાંધીનગરનો સ્ટેટ હાઈવે ને.217 લાંઘણજ ગામમાંથી પસાર થાય છે. જેના કારણે ટ્રાન્સપોર્ટેશનની મહત્વની સગવડ મળી રહી છે.
લાંઘણજ ગામની ત્રીજ્યામાં આશરે 33 કરતાં પણ વધારે ભૌગોલિક રીતે લાંઘણજ સાથે જોડાયેલા છે. લાંઘણજ ગામને તાલુકાનો દરજ્જો આપવામાં આવશે તો 33 કરતાં પણ વધારે ગામોના વિકાસમાં વેગ આવશે,કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લાખો લોકો સુધી પહોંચી શકશે. અંદાજો 12 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા ગામો અત્યંત સુવિધાયુક્ત બનશે.
#bharatmirror #bharatmirror21 #news #worldheritagelanghanjvillage #ahmedabad
