નીતા લીંબાચીયા, અમદાવાદ
15 May 2022:
નવજાતશિશુ અને બાળકોની ગંભીર સારવાર માટે ખુબજ અલગ પ્રકારની સગવડ અને ડોક્ટરની ટીમની જરૂર હોય છે. ઓરેન્જ એનઆઈસીયુ અને પીઆઈસીયુ ૫૦ બેઠકની ગુજરાતની આ પ્રકાર ની પ્રથમ હોસ્પિટલ છે. જ્યાં ગુજરાતની પ્રથમ જીઓનોક્સ ઈન હેલ્ડ નાઇટ્રિક ઓક્સાઇડ સિસ્ટમ, બાળકો માટેનું ડાયાલીસીસ મશીન, હાઈ ફ્રિકવંસી વેન્ટિલેટર સાથેની અદ્યતન સુવિધાઓ આવેલી છે. હોસિટલ ની અંદર જ ઓપેરશન થિયેટર અને ટ્રાંસપોર્ટ વેન્ટિલેટર જેવી સુવિધા પણ આ હોસ્પિટલ માં ઉપલબ્ધ છે.
ડો.સાગર પટેલ, નવજાત શિશુના નિષ્ણાંત ડોક્ટરે જણાવાયું હતું કે, ” ૨૪ કલાક બાળકોના આઇસીયુ સ્પેશ્યલિસ્ટ ની હાજરી નવજાત શિશુ ની સારવારમાં ખુબજ અગ્ય્તાનો ભાગ ભજવે છે. નિષ્ણાત ડોક્ટરોની ટિમ અને અદ્યતન ટેક્નોલોજી નો સમન્વય ઓરેન્જ હોસ્પિટલ ને નવજાત શિશુ અને બાળકો માટે ની ગુજરાત ની શ્રેષ્ઠ હોસ્પિટલ બનાવે છે.”
“ઓરેન્જ હોસ્પિટલ માં તમામ ખાનગી એન્ડ સરકારી ઇન્સ્યોરન્સ કંપની ના દર્દી ઓ ને એક પણ પૈસા ભર્યા વગર સારવાર મળી રહે છે. આવનારા સમય માં સરકારી યોજનાઓ નો લાભ પણ ગુજરાતના તમામ નવજાત શિશુ ઓ ને મળી રહી એ માટે ની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવેલ છે” એવું નવજાત બાળકો ના સ્પેશ્યલિસ્ટ ડો.નીરવ પટેલ એ જણાવ્યું હતું.
હોસ્પિટલના એક્સપર્ટ ડૉક્ટરની ટીમ ડો.સાગર પટેલ, ડો.નીરવ પટેલ, ડો.સુનિલ પટેલ, ડો.મૌલિક પટેલ, ડો.તેજસ શાહ, ડો.ભાવિક શાહ ઉપસ્થિતઃ રહ્યા હતા.