નીતા લીંબાચીયા, અમદાવાદ
14 May 2022:
ભૂલ ભૂલૈયા-૨ વિશે વાત કરતા અભિનેત્રી કિઆરા અડવાણીએ જણાવ્યું હતું કે, ‘ભૂલ ભૂલૈયા’ એક કલ્ટ ફિલ્મ હતી, અને જ્યારે તમે ફિલ્મનો બીજો ભાગ બનાવો છો, ત્યારે જ તમે પહેલી ફિલ્મથી ખુબ જ પ્રેરણા મેળવો છો. બીજો ભાગ સાયકોલોજિકલ થ્રિલર નથી, પરંતુ હોરર-કોમેડી છે. બ્લેક મેજિકની એક વાર્તા છે. આ ફિલ્મ ૨૦ મી મે ના રોજ રિલીઝ થઈ રહી છે.
કિઆરા એ ઉમેર્યું કે, ‘ભૂલ ભુલૈયા’ એક કલ્ટ ફિલ્મ બની ગઈ છે. કારણ કે આજે પણ જ્યારે કોઈ તેને જુએ છે, ત્યારે વાર્તા એટલી જ તાજી લાગે છે. અને આ સિરીઝને આગળ લઈ જવી તે ખૂબ જ પડકારજનક હતું જે કરવાની અમને ખુબ જ મજા આવી છે.
ફિલ્મ પ્રમોશન દરમિયાન વાત કરતા કાર્તિક આર્યને જણાવ્યું કે, અમદાવાદ, ગુજરાત આવીને અમને ઘણું સારૂ લાગે છે. ગુજરાતી લોકો ઘણા સ્વીટ હોય છે. અને ગુજરાતમાંથી મને ઘણો પ્રેમ મળે છે. બસ આ ફિલ્મને પણ ખુબ જ સારી સફળતા મળે. આ ફિલ્મ હોરર કોમેડી ફિલ્મ છે.
#bharatmirror #bharatmirror21 #news #bhulbhulaiya-2 #ahmedabad