અમદાવાદના ગોતા ખાતે શ્રી સંદીપ મહેશ્વરી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર-રિટેલ SBU, HPCL દ્વારા એચપીસીએલના મિલેનિયમ આઉટલેટનું વિધિવત ઉદ્દઘાટન કરવામાં આવ્યું
આ આઉટલેટ પહેલેથી જ આ વિસ્તારમાં એક સીમાચિહ્ન બની ગયું છે. આ આઉટલેટ ઇલેક્ટ્રિકલ વ્હીકલ ચાર્જિંગની સુવિધા સાથે પેટ્રોલ, પાવર, ડીઝલ અને CNG જેવા શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત ઇંધણ પ્રદાન કરે છે
મિલેનિયમ અમદાવાદ ગોતા એ ઓનલાઈન ગ્રીડ કનેક્શન સાથે 59.25 KW ક્ષમતાની સોલર પેનલ છત ધરાવતું પ્રથમ એચપીસીએલ આઉટલેટ છે. આ ભારતનો પહેલો પેટ્રોલ પંપ છે જેને “ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ” તરફથી ગોલ્ડ સર્ટિફિકેટ મળ્યું છે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.12
અમદાવાદના ગોતા ખાતે શ્રી સંદીપ મહેશ્વરી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર-રિટેલ SBU, એચપીસીએલ દ્વારા એચપીસીએલના મિલેનિયમ આઉટલેટનું વિધિવત ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે એચપીસીએલ નોર્થ વેસ્ટ ઝોન ટીમના સભ્યો જેમાં શ્રી પવન કુમાર સેહગલ – ચીફ જનરલ મેનેજર NWZ, શ્રી ગોપાલ ગુપ્તા GM – રિટેલ અપગ્રેડેશન-NWZ અને શ્રી ડી. ડી. શર્મા – જનરલ મેનેજર, નેટવર્ક પ્લાનિંગ અને એચપીસીએલ નોર્થ વેસ્ટ રિટેલ ઝોનના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર પશ્ચિમ ઝોનની ટીમ ઉપરાંત, એચપીસીએલ ઉત્તર ઝોનના ચીફ જનરલ મેનેજર શ્રી રાજેશ મહેતાણી અને ચીફ જનરલ મેનેજર- એચઆર (માર્કેટિંગ) શ્રી સુનિલ સણસ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
એચપીસીએલ ઝોનલ ટીમના સભ્યો સાથે, એચપીસીએલ અમદાવાદ રિટેલ રિજનની સમગ્ર ટીમ જેમાં DGM રિટેલ રિજન શ્રી સ્વપ્નિલ કે. અટાર્ડે, શ્રી પ્રશાંત પરમાર સિનિયર મેનેજર RE & NA, શ્રી સત્યબ્રતા કાકોટી-વરિષ્ઠ મેનેજર રિટેલ અપગ્રેડેશન અને સિનિયર એરિયા સેલ્સ મેનેજર શ્રી આશિષ વર્માનો સમાવેશ થાય છે. સાથે અન્ય અધિકારીઓ પણ સમારોહમાં હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ખાતે શ્રી સંદીપ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ રિટેલ રિજન હેઠળ મિલેનિયમ અમદાવાદ – ગોતા, અમદાવાદ અમારા ક્રાઉન જ્વેલ્સમાં વધુ એક ઉમેરો છે. ટેકનોલોજી સાથે ગ્રીન ઇનિશિયેટિવ્સનું સંપૂર્ણ મિશ્રણ અમારા મિલેનિયમ અમદાવાદ ગોતા આઉટલેટને અલગ પાડે છે. આ રિટેલ આઉટલેટ અમદાવાદના નવા વિકસતા વિસ્તાર ગોતામાં 1200 ચોરસ મીટરના પ્લોટમાં સ્થપાયેલ છે. આ આઉટલેટ પહેલેથી જ આ વિસ્તારમાં એક સીમાચિહ્ન બની ગયું છે. આ આઉટલેટ ઇલેક્ટ્રિકલ વ્હીકલ ચાર્જિંગની સુવિધા સાથે પેટ્રોલ, પાવર, ડીઝલ અને CNG જેવા શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત ઇંધણ પ્રદાન કરે છે.
મિલેનિયમ અમદાવાદ ગોતા એ ઓનલાઈન ગ્રીડ કનેક્શન સાથે 59.25 KW ક્ષમતાની સોલર પેનલ છત ધરાવતું પ્રથમ એચપીસીએલ આઉટલેટ છે. આ ભારતનો પહેલો પેટ્રોલ પંપ છે જેને “ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ” તરફથી ગોલ્ડ સર્ટિફિકેટ મળ્યું છે. રેઈન વોટર હાર્વેસ્ટિંગ 30000 લીટરની ક્ષમતાવાળા આઉટલેટ પર તૈયાર કરવામાં આવ્યું છે. રેઈન વોટર હાર્વેસ્ટિંગમાંથી રિસાયકલ કરેલું પાણી રિટેલ આઉટલેટ પર પાણીની જરૂરિયાત પૂરી કરવામાં મદદરૂપ થશે. વધુમાં, વિવિધ પર્યાવરણને અનુકૂળ ગ્રીન પહેલો જેમ કે રેઈન વોટર હાર્વેસ્ટિંગ, ડિસ્પેન્સિંગ યુનિટ્સ અને ટાંકીઓ માટે અલગ સમ્પ, ફ્યુઅલ લીક ડિટેક્શન સેન્સર્સ, ફ્લેક્સિબલ પાઈપલાઈન, ઓવરફિલ પ્રોટેક્શન અને વીઆરએસ ઇનબિલ્ટ ડિસ્પેન્સિંગ યુનિટ્સ આઉટલેટ પર પૂરા પાડવામાં આવે છે.
શ્રેષ્ઠ એન્જિનિયરિંગ પ્રેક્ટિસ ઉપરાંત, આઉટલેટના તમામ દેખાવને અનન્ય નવી ડિઝાઇનની છત, ગ્રાઉન્ડ +1 ફ્લોર સેલ્સ બિલ્ડીંગ, વર્ટિકલ ગાર્ડન અને નવીનતમ બ્રાન્ડિંગ સાથે વધારેલ છે. ઇંધણના વિકલ્પો ઉપરાંત, ગ્રાહક ઓટોમેટેડ ટ્રાન્ઝેક્શન્સ, ઇ-રિસિપ્ટ્સ, ક્લબ એચપી પાની,, લ્યુબ ચેન્જિંગ ફેસિલિટી, એચપી પે, ડ્રાઇવ ટ્રેક પ્લસ અને અન્ય ડિજિટલ પેમેન્ટ્સ વિકલ્પનો આનંદ ઉઠાવશે. જેથી ગ્રાહક જે બિલ ભરવામાં આવે છે તે તેની ખાતરી કરી શકશે. અન્ય ફરજિયાત સુવિધાઓ સાથે મફત હવા અને નાઈટ્રોજન ભરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
શ્રેષ્ઠ સુવિધાઓ સાથેનું આ ફ્લેગશિપ આઉટલેટ ગ્રાહકોને અનન્ય અનુભવ પ્રદાન કરશે અને એચપીસીએલ બ્રાન્ડમાં વધારાનું મૂલ્ય ઉમેરશે અને એચપીસીએલની કોર્પોરેટ છબીને વધારશે. એચપીસીએલ આ આઉટલેટને અમદાવાદના નાગરિકોની સેવા માટે સમર્પિત કરીને ખુશ છે.
#bharatmirror #bharatmirror21 #news