નીતા લીંબાચીયા, અમદાવાદ : 12 મે 2022 :
દેશને સર્વાંગી વિકાસ થકી આત્મનિર્ભર બનાવવા વિજ્ઞાન અને ટેકનોલોજીનું યોગદાન સવિશેષ છે. 11 મે 1998 ના રોજ ભારતે વિજ્ઞાન અને ટેક્નોલોજિકલ સજ્જતા પુરવાર કરી પોખરણ ખાતે સફળ ન્યુક્લિયર ટેસ્ટિંગ કર્યું હતું. આ ઐતિહાસિક દિવસના માનમાં ભારતની વૈજ્ઞાનિક અને ટેક્નોલોજિકલ ઉપલબ્ધિઓને બિરદાવવા પ્રતિવર્ષ 11 મે ના રોજ નેશનલ ટેકનૉલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
નેશનલ ટેકનૉલોજી દિવસની ઉજવણી માટે વર્ષ 2022 ની થીમ ‘સામુચિક ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંકલિત અભિગમ (Integrated approach in Science and Technology for Sustainable Future) છે.
ગુજરાત સાયન્સ સિટી દ્વારા વિજ્ઞાન અને ટેકનૉલોજી ની સિદ્ધિઓ વિશે વિદ્યાર્થીઓ અને જનસમુદાય ને અવગત કરી સામુચિક ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનૉલોજીના ઉપયોગ દ્વારા સંકલિત અભિગમ માટે યુવાપેઢી ને પ્રોત્સાહિત કરવા નેશનલ ટેકનૉલોજી દિવસની ઉજવણી કરવામાં આવી.
નેશનલ સાયન્સ દિવસની ઉજવણી નિમિતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત સાયન્સ સિટીના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર શ્રી એચ.સી. મોદીએ વિદ્યાર્થીઓને ભારતની ટેક્નોલોજિકલ સિદ્ધિઓથી અવગત કરવ્યા તથા વિજ્ઞાન અને ટેક્નોલોજીના મહત્વ વિશે જાણકારી આપી. ડો.વ્રજેશ પરિખ અને ડો.હાર્દિક ગોહેલ સાથે ખાસ ઈંટરેક્ટિવ સેશન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રસપ્રદ સેશન્સ દ્વારા તેમણે વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકોનોલોજીની સિદ્ધિઓ, અને સૌ ના સુરક્ષિત ભવિષ્ય માટે તેના ઉપયોગ અને વિદ્યાર્થીઓને જાણકારી આપી.આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ટેક્નોલૉજી એડવાન્સમેન્ટ પર પ્રેઝનટેશન્સ પણ રજૂ કર્યા હતા. પ્રેઝન્ટેશનમાં રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ, પોખરણ ટેસ્ટનો ઈતિહાસ અને રોકેટ સાયન્સ વિશે સંક્ષિપ્તમાં મનોરંજક પ્રવૃત્તિઓ સાથે વાત કરી હતી.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી જનસમુદાયમાં વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર (Science popularization) માટે કટિબદ્ધ છે. આત્મનિર્ભર ભારતની દિશાને વેગ આપવા વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજી થકી દેશના સામુચિક વિકાસમાં યોગદાન માટે પ્રોત્સાહિત કરવા વિવિધ કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે. જ્ઞાન -વિજ્ઞાનના વિવિધ વિષયો માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા 5 મે થી 5 જૂન 2022 દરમિયાન સાયન્સ સિટી ખાતે સમર સાયન્સ પ્રોગ્રામ 2022 ચાલી રહ્યો છે જેમાં વિવિધ વિષયો પર વર્કશોપ યોજાઇ રહ્યા છે.