વિતેલા સમય ના ઝખ્મો ફરી તાજા થઇ ગયા,
મને પાછા જોઈને એ તો સાવ આભા થઇ ગયા,
વિખૂટાયેલ સંબંધ ના તાર આંખ મળતા ક્ષણ માટે જોડાઈ ગયા, વરસો થી દબાયેલી લાગણીઓ ના ભાવ ચેહરા પર વર્તાઈ ગયા,
ઉભા હતા એ, ઉભી હતી હું, ને જાણે સમય પણ થંભ્યો હતો,
ભર બજાર ની એ ભીડ માં બે હૃદય ના ધબકાર સાંભળવા જાણે સન્નાટો પણ થોભ્યો હતો,
બંને હૃદય ની પીપાસા માં સમાનતા જ નહિ સમન્વય પણ હતો,
ક્ષણ ના એ સમય ને બંને એ જીવનકાળ ઝંખ્યો હતો,
વિતેલા સમય ના ઝખ્મો ફરી તાજા થઇ ગયા,
મને પાછા જોઈને એ તો સાવ આભા થઇ ગયા.
~ મિશિકા
YouTube : Mishika Writes