અમદાવાદ સ્થિત લેખક- દિગ્દર્શક ડો.દર્શન અશ્વિન ત્રિવેદીની ગુજરાતી ફિચર ફિલ્મ મૃગતૃષ્ણા 20 મે થી થિયેટરમાં રિલીઝ થશે.
નીતા લીંબાચીયા, અમદાવાદ
06 May 2022:
ગુજરાતી ફિચર ફિલ્મ મૃગતૃષ્ણા (ધ અધર સાઈડ ઓફ રિવર) 20 મે થી થિયેટરમાં રજૂ થશે.
અમદાવાદ સ્થિત લેખક-દિગ્દર્શક ડૉ. દર્શન અશ્વિન ત્રિવેદીની બહુપ્રતિક્ષિત ગુજરાતી ફિચર ફિલ્મ મૃગતૃષ્ણા (ધ અધર સાઈડ ઑફ ધ રિવર), 20 મે, 2022ના રોજ રિલીઝ થઈ રહી છે.
આ ફિલ્મ મૃણાલ કાપડિયા અને ડૉ. દેવદત્ત કાપડિયા દ્વારા નિર્મિત અને બુર્જિન ઉનવાલા, નિશિથ મહેતા અને ડૉ.દર્શન અશ્વિન ત્રિવેદી દ્વારા સહ-નિર્મિત છે. આ ફિલ્મ ચાર બાળકો વિશે છે જે નદીના કિનારે રહે છે. નદી પાર કરવાનું તેમનું સ્વપ્ન છે. લાંબી અને દુઃખદાયક રોગચાળા પછી, તે આશા અને સપનાનો સંદેશ લાવે છે. આ ફિલ્મનું શૂટિંગ પોલો ફોરેસ્ટ, હાંફેશ્વર અને વરસોડાની હવેલીના રમણીય સ્થળોએ કરવામાં આવ્યું છે.
આ ફિલ્મમાં જયેશ મોરે, આર્ય સાગર, નિષ્મા સોની, કરણ પટેલ, ખુશ તાહિલ રામણી, વિશાલ શાહ, રાગી જાની, નિર્મિત વૈષ્ણવ, શર્વરી જોશી અને ભરત ઠક્કર છે. ફિલ્મના ડાયલોગ અંકિત ગોર અને ગૌરાંગ આનંદે લખ્યા છે. મૃગતૃષ્ણાનું સંગીત નિશિથ મહેતાએ ડિરેક્ટ કર્યું છે. ફિલ્મના સિનેમેટોગ્રાફર અનિલ ચંદેલ છે. ફિલ્મના એડિટર અને VFX ડિરેક્ટર બુર્જિન ઉનવાલા છે. આ ફિલ્મમાં એક ગીત છે જે વિશ્વ વિખ્યાત લોક કલાકાર સૌરવ મોની દ્વારા ગાયું છે અને તુષાર શુક્લા દ્વારા લખવામાં આવ્યું છે.
ઈરાનમાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ચિલ્ડ્રન એન્ડ યુથમાં મૃગતૃષ્ણાએ બેસ્ટ સ્ક્રીનપ્લેનો એવોર્ડ જીત્યો છે. આ ઉપરાંત ફિલ્મને મોસ્કો ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ, ન્યુ જર્સી ઈન્ડિયન એન્ડ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલ, શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ, કેલિડોસ્કોપ ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ બોસ્ટન, ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ સાઉથ એશિયા, ટોરોન્ટો અને ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ આલ્બર્ટા માટે પસંદ કરવામાં આવી છે.