નીતા લીંબાચીયા, અમદાવાદ
06 May 2022:
બાંધકામ વ્યવસાયના સર્વાંગી વિકાસના હેતુઓ સારું કાર્યરત ૧૨૦૦ કરતા વધુ સભ્ય સંખ્યા ધરાવતી ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ અને રીયલ્ટર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે મેપલ કાઉન્ટી પાસે, ઓરનેટ પાર્કની બાજુમાં, શીલજ, અમદાવાદ ખાતે આવેલ ક્રેડાઈ અમદાવાદ હાઉસ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રેડાઈ અમદાવાદ અને રીયલ્ટર્સ એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.
બ્લડ ડોનેટ કરનારને અમદાવાદ હાઉસ ખાતે મેગા બ્લડ મોમેન્ટો અને સર્ટીફિકેટ એનાયત કરાયાં
ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટ તેજસભાઈ જોષીએ જણાવ્યું હતું કે, સંસ્થાના નેજા હેઠળ સી.એસ.આર.ને લગતી વધુમાં વધુ પ્રવૃત્તિઓ થાય અને તેનો લાભ શહેરના નાગરિકોને મળે તેવા હેતુઓ સર કરવા અમો ઈચ્છુક છીએ. ગુજરાત સ્થાપના દિવસને યાદગાર બનાવવા સંસ્થાના નેજા હેઠળ સૌ પ્રથમવાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. આ આયોજનમાં ૨૦૦ કરતા વધુ બંન્ને સંસ્થાઓના સભ્યોએ ભાગ લઈ બ્લડ ડોનેટ કરેલ છે.
બ્લડ ડોનેશન બાબતમાં સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ અંગે રેડ ક્રોસ સોસાયટીના ડેલીગેટેડ ડોક્ટર્સ અને તેમની પેનલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ તથા બ્લડ ડોનેટ કરનારને મોમેન્ટો તથા સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.