નીતા લીંબાચીયા, અમદાવાદ
07 એપ્રિલ 2022:
અમદાવાદના આશ્રમ રોડ ખાતે આવેલી ડિજિટલ સંદિપ એકેડમી એ ભારતની પ્રથમ એજન્સી આધારિત ડિજિટલ માર્કેટિંગ સંસ્થા છે અને તે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમોની વિશાળ રેન્જ ઓફર કરે છે.
ભારતની પહેલી એજન્સી-બેઝડ ડિજિટલ માર્કેટિંગ ઇન્સ્ટિટ્યૂટ – ડિજિટલ સંદિપ એકેડમી (DSA)નું રવિવારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે તેનું પ્રથમ કોન્વોકેશન યોજાયું હતું.
જેમાં ડીએસએ તરફથી ડિજિટલ માર્કેટિંગ કોર્સ, ગૂગલ એડ, સોશિયલ મીડિયા માર્કેટિંગ અને અન્ય કોર્સ પૂર્ણ કર્યા છે, તેવા — વિદ્યાર્થીઓએ કોન્વોકેશનમાં તેમના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. ડીએસએના જૂના વિદ્યાર્થીઓ, જેઓ કોવિડ-19 મહામારી અથવા અન્ય કારણોસર તેમનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરી શક્યા ન હતા, તેઓને પણ આ કાર્યક્રમમાં તેમના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓને ગુજરાત ભાજપના પ્રવક્તા ડો.રુત્વિજ પટેલ, અમદાવાદના ભૂતપૂર્વ મેયર શ્રી ગૌતમ શાહ, વેબ ઈન્ડિયા ઈન્કના સ્થાપક શ્રી જયકિશન બજાજ, કર્ણાવતી યુનિવર્સિટીના ડાયરેક્ટર સંશોધન ડો.કિશોર ભાનુશાલી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં DSA ના વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો હાજર રહ્યા હતા.
ડીએસએના સ્થાપક અને સીઈઓ સંદિપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “પદવી સમારોહ એ જીવનભરની યાદગીરી છે અને અમે તે તમામ વિદ્યાર્થીઓના આભારી છીએ જેમણે પદવી સમારોહમાં ભાગ લીધો અને તેને મોટી સફળતા અપાવી. વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા માટે અમારી વચ્ચે હાજર રહેવા બદલ અમે તમામ મહાનુભાવોનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. અમે આવા વધુ કોન્વોકેશન અને સ્મૃતિઓની આગળ વધારવાની અપેક્ષા રાખીયે છીએ.’’ સંદિપ ત્રિવેદીએ ડિજિટલ માર્કેટિંગમાં 10 વર્ષ પૂર્ણ કર્યા છે.
DSA એ ભારતની પ્રથમ એજન્સી આધારિત ડિજિટલ માર્કેટિંગ સંસ્થા છે અને અમદાવાદની ટોચની ડિજિટલ માર્કેટિંગ તાલીમ સંસ્થા છે. તે વિદ્યાર્થીઓને સફળ ડિજિટલ માર્કેટિંગ વ્યૂહરચનાઓ શીખવા અને અમલમાં મૂકવાની તકો પૂરી પાડીને ડિજિટલ માર્કેટિંગ ઉદ્યોગના વિકાસને વેગ આપવા પર કેન્દ્રિત છે. છેલ્લા એક દાયકામાં, DSA એ તેના અભ્યાસક્રમો 1,50,000 થી વધુ વિદ્યાર્થીઓને ઓફર કર્યા છે.
#bharatmirror #bharatmirror21 #news #digitalsandipacademy #convocation #ahmedabad