નીતા લીંબાચીયા, અમદાવાદ
04 એપ્રિલ 2022:
‘ગોટી સોડા સીઝન 1’ ની અભૂતપૂર્વ સફળતા પછી શેમારૂમી લઈને આવ્યું છે ‘ગોટી સોડા સીઝન 2’
શેમારૂમી પર થોડા સમય પહેલા રિલીઝ થયેલી ગુજરાતી સિટકોમ ‘ગોટી સોડાને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. પહેલી સિઝનમાં ખડખડાટ હાસ્ય પીરસ્યા બાદ હવે બીજી સિઝન એટલે કે ‘ગોટી સોડા સિઝન 2’ શેમારુમી પર 24 માર્ચ ના રોજ રિલીઝ થઇ હતી. પ્રફુલ પારેખ નામના શેરબ્રોકરની વાત દર્શાવતી આ સિટકોમની વાર્તાથી તો હવે સૌ વાકેફ છો જ, છતાંય શાંતિમય જીવન જીવવા ઈચ્છતા પ્રફુલ પારેખની લાઈફમાં તેમના પરિવારના સભ્યો જ રોજ નવી મુસીબત લઈ આવે છે. જો કે પ્રફુલ પારેખ એટલે કે સંજય ગોરડિયા આ મુસીબતોમાંથી કેવી રીતે બહાર નીકળે છે, તે હાસ્ય નીતરતા સંજોગોનું સંયોજન છે ‘ગોટી સોડા સિઝન 2.
જાણીતા અભિનેતા સંજય ગોરડિયાએ આ જ સિટકોમથી મનોરંજનના આ નવા ફોર્મમાં ડેબ્યુ કર્યો હતો. ગોટી સોડા સિઝન 2ના રિલીઝ સમયે સંજય ગોરડિયા નું કહેવું છે કે, ગોટી સોડા સીઝન – 1 ને દર્શકોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો એટલે અમે એવું વિચાર્યું કે બીજી સીઝન કરીએ. સીઝન -2 નો રિસ્પોન્સ તો સીઝન 1 કરતા પણ ચાર ગણો વધારે મળ્યો છે. તેઓ પ્રફુલ પારેખ ઉર્ફે પપ્પુ નું પાત્ર ભજવી રહ્યા છે. જે પત્ની પીડિત, પુત્ર પીડિત, પુત્રી પીડિત ટૂંકમાં પરિવાર પીડિત માણસ છે. તેમની આસપાસ ના દરેક લોકો તેમને કંઈક ને કંઈક પ્રોબ્લેમ આપ્યા જ કરે છે. હવે તેઓ આ બધી મુસીબતો માંથી કેવી રીતે બહાર આવે છે એની જ વાર્તા છે આ ગોટી સોડા. તેમને જણાવ્યું હતું કે પહેલી અને બીજી સીઝન પછી ગોટી સોડાની ત્રીજી સીઝન પણ ટૂંક સમય માં આવશે.
જાણીતા અભિનેતા ચેતન દૈયા નું કહેવું છે કે થિયેટર માં કામ કરતી વખતે એક સાથે આખું કામ થતું હોય છે જ્યારે ઓટીટી માં ટુકડે ટુકડે મનોરંજન પીરસાતું હોય છે એટલે એક્ટર તરીકે જુદા જુદા ઈમોશન્સ પીરસવામાં જવાબદારી વધી જતી હોય છે. આ વેબ સિરીઝ માં તેઓ પપ્પુ ના નાનપણ ના મિત્ર અને પાડોશી તરીકે મનીષ પોપટ નામના વ્યક્તિ ના પાત્ર માં છે. પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવી કોમેડી સાથે જોડાયેલી આ વેબ સિરીઝ છે જેને શેમારૂમી એપ પર માણી શકો છો.
આ વેબ સિરીઝ ટોટલ 13 એપિસોડ ની છે. પહેલી સીઝન માં છ એપિસોડ હતા અને બીજી સીઝન માં સાત એપિસોડ છે. સંજય ગોરડિયા, ભાવિની જાની, પ્રાર્થી ધોળકિયા, ચેતન દૈયા, ભૂમિકા પટેલ, પ્રથમ ભટ્ટ, જિયા ભટ્ટ, દિશા પટેલ અને ફલક મહેતાની સાથે બીજી સિઝનમાં નવા કલાકારો રીવા રચ્છ અને ભરત ઠક્કરની પણ એન્ટ્રી થઈ છે.