નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:21માર્ચ ૨૦૨૨:
લાયન્સ કલબ ઓફ કર્ણાવતી સ્ટાર આ આખો મહિનો વિમેન્સ મંથ તરીકે ઉજવી રહ્યો છે.
જેમાં આખા મહિના માં કાર્યક્રમ કર્યા છે જેમકે
૧) ૩જી માર્ચ, ઇન્ડિયન એર ફોર્સ વડસર ખાતે વુમન્સ ડે નિમિત્તે મહિલાઓ ની આંખની તપાસ તથા ગાયનીક તપાસ પંચશીલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી
૨) ૬ઠી માર્ચ, આજની સશક્ત ૧૨ થી વધુ નારીઓ ને વુમન એમ્પાવર કરવા AMA માં Women’s Excellence Awards કલબ તરફ થી આપવા માં આવ્યા.
૩) ૮મી માર્ચ, ગવમેન્ટ પોલીટેકનિક ફોર ગર્લ્સ હોસ્ટેલ માં સેનેટેરી નેપકીન અને સેનેટરી પેડ ડિસ્ટ્રોયર મશીન આપ્યું અને સાથે ડો.સમીર બાબરીયા તથા ડો. રોહિત જોશી એ દીકરીઓ ના મુઝવતા પ્રશ્નો ના જવાબ આપ્યા અને સલાહ સૂચન આપ્યા તે સાથે પેડ ના વપરાશ અને નિકાલ નો ઉપચાર બતાવ્યા.
૪) ૧૦મી માર્ચ, અરણેજ ની પાસે ધોળકા તાલુકા ના જવારજ ગામ ની માધ્યમિક શાળા માં એક સેનેટરી પેડ ડિસ્ટ્રોયર મશીન આપ્યું અને તેના દ્વારા અમે ૮ ધોરણ પછી શાળા છોડવા ના એક કારણ ને નાબૂદ કરવા નો પ્રયત્ન કર્યો સાથે વપરાશ અને નિકાલ ની માહિતી અને ઉપચાર બતાવ્યો.
૫) ૧૨મી માર્ચ, લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતી ના એક પરમેન્ન્ટ પ્રોજેક્ટ, LML School માં એક સેનેટરી પેડ ડિસ્ટ્રોયર મશીન આપ્યું
૬) ૨૧મી માર્ચ, વર્લ્ડ હપ્પિનેસ દિવસ પર દીકરી ઓ ને એક ખુશી આપવા નો પ્રયત્ન કર્યો છે. એક સાથે પાંચ મુનિસિપલ શાળા ઓ માં સેનેટરી પેડ ડિસ્ટ્રોયર મશીન આપવા માં આવશે.
જેમાં આપણો સાથ આપશે
શ્રી કિશોરભાઈ ચૌહાણ
ધારાસભ્યશ્રી, વેજલપુર અને
કોર્પોરેટરશ્રી ઓ, વેજલપુર વોર્ડ
શ્રી દિલીપભાઈ બારીયા
શ્રી રાજુભાઈ ઠાકોર ( મુખી )
શ્રી પારૂલબેન દવે
શ્રી કલ્પનાબેન ચાવડા
આ કાર્યક્રમ અંતર્ગત હજી વિમેન્સ મંથ ની ઉજવણી રૂપે ૩૧માર્ચ સુધીમાં ૧૫ થી વધુ સેનેટરી પેડ ડિસ્ટ્રોયર મશીન મુનીસિપલ શાળા ઓ માં લાગવા નો ધ્યેય લઈ ચાલી રહ્યા છીએ.
#bharatmirror #bharatmirror21 #news #lionsclubofkarnavatistar #ahmedabad