નીતા લીંબાચીયા, અમદાવાદ.
19 માર્ચ 2022:
બોપલ અમદાવાદ ખાતે રહેતા નીશાંતભાઈ મહેતા નો અકસ્માત થતાં બોપલ ખાતેની BITC Super speciality hospital માં શુક્રવારે ૧૮/૦૩/૨૦૨૨ દાખલ કરવામાં આવ્યા.
જ્યાં બ્રેન ડેડ જેવી સ્થિતિ સર્જાઈ. બાદમાં વધુ સારવાર અર્થે કિડની હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા. જ્યાં બ્રેન ડેડ જાહેર કરતા પરિવાર દ્વારા અંગદાન કરવાનો હિંમત ભર્યો નિર્ણય લેવામાં આવ્યો. “નીશાંતભાઈ ના હૃદય , ૨ કિડની, લીવર અને ૨ આંખો જેવા અંગોનું દાન કરવામાં આવ્યું. જેમાંથી હૃદય મુંબઈ ખાતેની રિલાયન્સ હોસ્પિટલ ખાતે ગ્રીન કોરિડોર દ્વારા મોકલાયું. કિડની અને લીવર જેવા અંગોનું ટ્રાન્સપ્લાન્ટ કિડની હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું.”,
તેમ કિડની હોસ્પિટલ ના નિયામક શ્રી વિનીત મિશ્રાએ એક નિવેદન માં જણાવ્યું . પરિવારના આ નિર્ણય થી અનેક લોકોને નવજીવન મળ્યું છે. કિડની હોસ્પિટલ સમગ્ર પરિવાર નું આજીવન આભારી રહેશે, ડો મિશ્રાએ વધુ માં જણાવ્યું.
#bharatmirror #bharatmirror21 #news #organdonationbynishantbhai Mehta #ahmedabad