18થી 50 વર્ષની વયની ગૃહિણીઓ માટે વ્યક્તિગત રીતે ઉપલબ્ધ આ યોજના સાથે, આ નિર્ભરતા સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે.
જીવનસાથી ટર્મ ઈન્સ્યોરન્સ પસંદ કરે કે ન કરે તે ધ્યાનમાં લીધા વિના, ગૃહિણી સ્વતંત્ર ઇચ્છાથી પોલિસી ખરીદવા માટે તેના વિકલ્પનો ઉપયોગ કરવા પાત્ર છે. આ પાત્રતા નાણાકીય સમાવેશ તરફ એક મોટું પગલું છે
અમદાવાદ,તા.17
લાંબા સમયથી દેશની અર્થવ્યવસ્થામાં વ્યક્તિના યોગદાનનું મૂલ્યાંકન કરવા માટે નાણાકીય માપદંડ એકમાત્ર બેન્ચમાર્ક છે. કદાચ આ જ કારણ છે કે જીડીપી વૃદ્ધિ વિશે વાત કરતી વખતે હોમમેકર્સના પ્રયત્નોનો હિસ્સો સામૂહિક રીતે જોવામાં આવ્યો છે.
પોલિસીબજાર.કોમમાં ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સના હેડ સજ્જા પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, “અત્યાર સુધી, આ જ ધારણાને લીધે, ગૃહિણીઓ ફક્ત તેમના કમાતા જીવનસાથીના વર્તમાન ટર્મ પ્લાન અને આવકના આધારે ટર્મ પ્લાન હેઠળ કવરેજ પસંદ કરી શકતી હતી. જોકે, અન્ડરરેટેડ હકીકત એ છે કે ગૃહિણીનું યોગદાન – નાણાકીય દ્રષ્ટિએ અમૂર્ત હોવા છતાં – સમગ્ર ઘરની ઉત્પાદકતાને સીધી અસર કરે છે, અને તે રીતે સમગ્ર રાષ્ટ્રને અસર કરે છે. પરંતુ હવે, વીમા ઉદ્યોગને તેમના જીવનસાથીની આવક અથવા પૉલિસીથી સ્વતંત્ર ટર્મ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑફર કરીને આ દિશામાં સકારાત્મક પગલું લેતાં જોઈને આનંદ થાય છે.
ભારતની ગૃહિણીઓને વ્યક્તિગત નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સે તાજેતરમાં પતિની પોલિસીને ધ્યાનમાં લીધા વિના ગૃહિણીઓ માટે તેમની સ્વતંત્ર ટર્મ ઇન્સ્યોરન્સ યોજના શરૂ કરી છે. નાણાકીય સુરક્ષા અને સમાવેશને બધા માટે વધુ સુલભ અને વ્યવહારુ બનાવવાની સફરમાં આ બાબત શા માટે મુખ્ય સીમાચિહ્નરૂપ છે તે અંગે અહીં જણાવાયું છે.
છેલ્લા કેટલાંક વર્ષોમાં કુલ કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી 16-20 ટકા રહી છે એવા દેશમાં આવક નહીં ધરાવતી મહિલાઓની જંગી વસતી માટે વ્યાપક સુરક્ષા કવચનું અંતર બાકી રહી જાય છે. તે ઉપરાંત, ભારત જેવા દેશમાં અવેતન સંભાળ અને કામની રકમ નોંધપાત્ર રીતે વિશાળ છે. યુએન મહિલાઓના ડેટા અનુસાર, અવેતન સંભાળ અને કામ જીડીપીના અનુક્રમે 10 અને 39 ટકા હોવાનો અંદાજ છે. કોરોના મહામારી ફાટી નીકળ્યા પછી આ ભાર નોંધપાત્ર રીતે વધ્યો છે. ગયા વર્ષે ઘરમાં ગૃહિણીઓના અવસાન સાથે સંકળાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાએ પણ પુનરોચ્ચાર કર્યો હતો કે ગૃહિણીઓ દ્વારા કોઈ આર્થિક મૂલ્ય ન ઉમેરવાનો વિચાર સમસ્યારૂપ છે અને તેને દૂર કરવો આવશ્યક છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના અહેવાલમાં એ પણ સૂચવવામાં આવ્યું છે કે મહિલાઓ ઘરના સભ્યો માટે દૈનિક સરેરાશ 299 મિનિટ અવેતન ઘરેલું સેવાઓ પૂરી પાડે છે.
તેથી અનિવાર્યપણે જો ગૃહિણી નાણાંમાં સીધો ફાળો ન આપી રહી હોય, તો પણ તે પરિવારના નાણાકીય માળખાને ટેકો આપતો આધાર છે. તેની ગેરહાજરીમાં, આ પદ્ધતિ કાં તો તૂટી જશે અથવા તેની ગંભીર અસર થશે. પરિવારમાં ગૃહિણીનું અવસાન થાય, તો તે પતિ માટે નોકરીની ભૂમિકાઓની પસંદગીને પણ પ્રતિબંધિત કરે છે. કેટલાક કિસ્સાઓમાં, કુટુંબ સ્થળાંતર અથવા પેઇડ ચાઇલ્ડકેર વિશે પણ વિચારી શકે છે. આ તમામની સીધી અસર ઘરના નાણાકીય માળખા પર પડે છે. તેથી, ગૃહિણીની ખોટ કમાતા સભ્યની ખોટ કરતાં ઓછી નથી.
અગાઉ પણ ગૃહિણીઓને આવરી લેવા માટે પોલિસી ઉપલબ્ધ હતી. જોકે, ત્યારે શરત એવી હતી કે આ પોલિસી તેમના કમાતા જીવનસાથી દ્વારા ખરીદવી જોઈએ. ઉપરાંત, તેમને માત્ર વીમા રકમના 50% માટે આવરી લેવામાં આવે છે જ્યાં આવક ગુણાંક તેમના પતિની વાર્ષિક આવક પર આધારિત હશે. દાખલા તરીકે, જીવનસાથીની વાર્ષિક આવક રૂ. 5 લાખ છે અને આવકનો ગુણાંક વાર્ષિક આવકના 15 ગણો છે. તે કુલ રૂ. 75 લાખના કવર માટે પાત્ર હશે, જેમાંથી તે 50 લાખનું કવર લે છે એમ ધારીએ તો, પત્ની રૂ. 25 લાખના કવર માટે પાત્ર બનશે. અને મોટાભાગના વીમાદાતાઓ 25 લાખનો ટર્મ વીમો ઓફર કરતા નથી (તે સામાન્ય રીતે 50 લાખના કવરથી શરૂ થાય છે). અને એ જ ઉદાહરણમાં, જો પતિએ 75 લાખ લીધા હોય, તો પત્ની હવે નિયમોના આધારે કોઈપણ ટર્મ કવર લેવા માટે પાત્ર નથી. પૉલિસીના નિયમો અને શરતો કમાતા પતિની આવક અને કવરની પસંદગી દ્વારા નક્કી કરાતા હતા.
હવે, 18થી 50 વર્ષની વયની ગૃહિણીઓ માટે વ્યક્તિગત રીતે ઉપલબ્ધ આ યોજના સાથે, આ નિર્ભરતા સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે. જીવનસાથી ટર્મ ઈન્સ્યોરન્સ પસંદ કરે કે ન કરે તે ધ્યાનમાં લીધા વિના, ગૃહિણી સ્વતંત્ર ઇચ્છાથી પોલિસી ખરીદવા માટે તેના વિકલ્પનો ઉપયોગ કરવા પાત્ર છે. આ પાત્રતા નાણાકીય સમાવેશ તરફ એક મોટું પગલું છે. પ્લાનને વધુ સુલભ બનાવવા માટે, પ્લાનને ઓછામાં ઓછી રૂ. 5 લાખની ઘરગથ્થુ આવક સાથે ખરીદી શકાય છે.
#bharatmirror #bharatmirror21 #news