નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૧૫ માર્ચ ૨૦૨૨:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ના એજ્યુકેશન ટાસ્ક ફોર્સ એ કલોલ તાલુકા કેળવણી મંડળ (KTKM) ના સહયોગથી કલોલ ખાતે તા.14/3/2022ના રોજ ધોરણ 10 અને12ના વિદ્યાર્થીઓ માટે કેરિયર કાઉન્સેલિંગ અને માર્ગદર્શનના સેમિનારનું આયોજન કર્યું હતું.
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સેમિનારમાં શ્રી સચિન પટેલ, માનદ્દ .સેક્રેટરી, GCCI અને શ્રી પ્રફુલભાઈ તલસાણીયા, ટ્રસ્ટી, KTKM હાજર રહ્યા હતા.
શ્રી મોહિત મંગલ, કારકિર્દી કાઉન્સેલર અને શ્રી એસ. સત્યનારાયણ, પ્રવેશ પરીક્ષા નિષ્ણાતે સેમિનારમાં ભાગ લેનાર 500થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.તેઓએ વિદ્યાર્થીઓને કારકિર્દીની પસંદગી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ અને દરેક ક્ષેત્રમાં ઉપલબ્ધ તકો વિશે સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોની પ્રવેશ પરીક્ષાઓ વિશે પણ સમજ આપી હતી.
આ સેમિનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ માહિતીપ્રદ રહ્યો હતો.