તા:૧૫ માર્ચ ૨૦૨૨:
વડોદરા શહેરના જુના પાદરા રોડ, અક્ષર ચોક ખાતે કેન્સર તેમજ તમામ સુપર સ્પેશિયાલિટી જેમ કે કાર્ડિયાક સાયન્સ, નેફ્રો, ન્યુરો, ગેસ્ટ્રો, યુરો, ઓર્થો, જોઈન્ટ, સ્પાઇન વગેરે જેવા રોગોની સારવાર હવે એક જ છત હેઠળ પુરી પાડવામાં આવશે. પેટ, સીટી સ્કેન, ગામા સ્પેક્ટ, રેડિએશન થેરેપી વગેરે જેવી હાઇ એન્ડ ટેક્નોલોજી કેન્સરની સારવારમાં એક મોટું પગલું કહી શકાય.
સીટી સ્કેન, એમ.આર.આઈ., મેમોગ્રાફી ગામા અને ન્યુક્લિયર મેડિસિનની સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત ૧૦ બેડનો ડાયાલીસીસ રૂમ, ૫ બેડ સાથેનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ડીપાર્ટમેન્ટ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ પ્રસંગે ઝાયડસ હોસ્પિટલના ચેરમેન શ્રી પંકજ પટેલ તેમના પત્ની શ્રીમતી પ્રીતિ પટેલ, પુત્ર ડો.સર્વિલ પટેલ, પુત્રવધુ મેહા પટેલ, શિવાની પટેલ, પ્રણવ પટેલ, ટોરેન્ટ ફાર્માના શ્રી સુધીર મહેતા, મેયર કેયુર રોકડીયા, કલેકટરશ્રી એ.બી. ગોર, પોલીસ કમિશ્નરશ્રી સમશેરસિંહ તેમજ નામાંકિત ડોક્ટર્સ વગેરે હાજર રહ્યા હતા.