નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૧૨ માર્ચ ૨૦૨૨:
છેલ્લાં બે વર્ષમાં કોરોના મહામારીને કારણે મહિલા કારીગરોને ગંભીર આથિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે, હવે પરિસ્થિતિ ઝડપથી સામાન્ય બની રહી છે ત્યારે આ મહિલાઓની પ્રોડક્ટ્સના વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ પ્રદાન કરીને તેમના આર્થિક સશક્તિરણને બળ આપવાના ઉદ્દેશ્ય સાથે સેલ્ફ એમ્પલોઇડ વુમન્સ એસોસિયેશન (સેવા) દ્વારા 12 અને 13 માર્ચ દરમિયાન સેવા બાઝારનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બે દિવસીય સેવા બાઝારમાં આસામ, બિહાર, ગુજરાત, કાશ્મીર, લેહ-લદાખ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની મહિલા કારીગરો દ્વારા નિર્મિત સુંદર પ્રોડક્ટ્સ વેચાણ માટે રજૂ કરાઇ છે તેમજ બ્લોક પેઇન્ટિંગ, એમ્બ્રોઇડરી, જર્નલ અને પેન મેકિંગ જેવાં વિષયો ઉપર લાઇવ વર્કશોપ પણ યોજાઇ રહ્યો છે. પ્રોડક્ટ્સના વેચાણ દ્વારા સર્જાયેલી આવકનો 65થી90 ટકા સુધીનો હિસ્સો નિર્માતા સુધી પહોંચશે, જેથી તેમના માટે કલાનું યોગ્ય વળતર સુનિશ્ચિત કરી શકાય તથા તેમની આજીવિકા અને જીવનશૈલીમાં સુધારો પણ કરી શકાય.
અહીં ગુજરાતની હસ્તવણાંટ અને એમ્બ્રોઇડરી, કાશ્મીરની પશ્મિના ચીજો, લેહ-લદાખની વુલન એસેસરિઝ અને રમકડા, મહારાષ્ટ્રીની નેતરની ચીજવસ્તુઓ તથા ઉત્તર પ્રદેશની ચિકન, ઝરદોશી અને ચંદેરી કારીગરી વેચાણ માટે ઉપલબ્ધ કરાવાવમાં આવી છે. આ ઉપરાંત સેવા બાઝારમાં સામેલ રાજ્યોના પાપડ, અથાણા અને સૂકા નાસ્તા જેવી સ્વાદિષ્ટ ચીજો પણ મુલાકાતીઓ ખરીદી શકશે.
હંસીબા, 8, ચંદન કોમ્પલેક્ષ, મિર્ચ મસાલા રેસ્ટોરાંની ઉપર, સ્વસ્તિક ચાર રસ્તા, સીજી રોડ, નવરંગપુરા, અમદાવાદ.
#bharatmirror #bharatmirror21 #news #sevabazar #ahmedabad