નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૦૯ માર્ચ ૨૦૨૨:
છેલ્લા ત્રણ દાયકાથી ઝી ટીવીએ તેના એક વૈશ્વિક પ્લેટફોર્મને લઇને આવ્યું છે, જ્યાં દેશની યુવા પ્રતિભા તેમની ગાયકી/ડાન્સિગ/અભિનયની પ્રતિભાને દર્શાવી શકે. ડાન્સ ઇન્ડિયા ડાન્સની ક્રાંતિની શરૂઆત દેશમાં 2009થી થઈ હતી, ત્યારથી જ તેને કેટલાક અદ્દભુત ડાન્સર્સ અને પહેલા ક્યારેય નહીં જોવા મળેલી ડાન્સ સ્ટાઈલ્સ આપી છે.
છેલ્લા 3 દાયકાથી આ પ્લેટફોર્મએ ભારતના દિલમાં ડાન્સ માટેના જુસ્સા અને પ્રેમને જકડી રાખ્યો છે, દર્શકોને આ વર્ષની કેટલીક અદ્દભુત પ્રતિભાની ઝલકને પ્રોમોમાં આપ્યા બાદ. ઝી ટીવી હવે, તેની પ્રસિદ્ધ ડીઆઇડી લિટલ માસ્ટર્સની પ્રસિદ્ધ ફ્રિન્ચાઈઝી- ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ સિઝન 5 લઇને આવવા તૈયાર છે. જે 12મી માર્ચના રોજ પ્રિમિયર થશે અને દર શનિવાર અને રવિવાર રાત્રે 9 વાગે પ્રસારિત થશે!
તેમાં મનોરંજન ક્વોશન્સને વધારી રહ્યા છે, રેમો, સોનાલી અને મૌનીની ત્રિપુટી, જેઓ હવે ટોચના 15 લિટલ માસ્ટર્સને એક્ટિવલી જોશે. ત્યારબાદ તેમને ત્રણ ટીમમાં ફેરવશે, જેને જાણિતા કોરિયોગ્રાફર- પૌલ માર્શલ, વૈભવ ઘુગે અને વર્તિકા ઝા દ્વારા લીડ કરવામાં આવશે. આ ‘સ્કિપર્સ’ તરીકે જાણિતા આ ત્રણેય કલાકારો સ્પર્ધકોને મેન્ટોર તરીકે તેમને મદદ કરશે તથા શોમાં તેમના પ્રવાસને આગળ વધારવામાં મદદ કરશે.
સમગ્ર દેશના ડાન્સ માટેના જુસ્સાની ઉજવણી કરતા અને દરેક બાળકોના ડાન્સ પ્રત્યેના જુસ્સાને બહાર લાવવા માટે ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સએ દેશની સૌથી મોટી અને સૌથી વિશ્વસનિય પ્લેટફોર્મ એવી ગીવઇન્ડિયાની સાથે સહયોગ કર્યો કે, જેમાં સ્કીપર વૈભવ ઘુગેએ અમદાવાદમાં વિપલા ફાઉન્ડેશનના 35 વંચિત બાળકો જેમનામાં ડાન્સનો જુસ્સો છે. પણ તેમને સાચી દીશા કે જગ્યા મળી નથી જ્યાં તેમના ડાન્સ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરી શકે તેમના માટે ડાન્સ વર્કશોપ યોજ્યો હતો. તેને વ્યક્તિગત રીતે સેશન રાખ્યા હતા અને દરેક બાળક પર ખાસ ધ્યાન આપ્યું હતું. જેથી તેમને બોડી મુવમેન્ટ પેલા તેમના હાવભાવ શિખવ્યા હતાં. દરેક બાળકે ડાન્સ પ્રત્યે કંઈક નવું શીખ્યું હતું. તેમને એક્સપ્રેશનની તાકાત સમજાઈ હતી અને ડાન્સીંગની મજાનો આનંદ લીધો હતો.
આ સહયોગ વિશે ચર્ચા કરતા, સુમિત ટાયાલ, સીઓઓ, ગીવઇન્ડિયા કહે છે, “ગીવઇન્ડિયાએ પ્રસિદ્ધ ડાન્સ શો- ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સની સાથે સહયોગ કરતા અમે અત્યંત ખુશ છે. રોગચાળાને લીધે બાળકો બે વર્ષથી આવી ઇવેન્ટથી દૂર રહ્યા છે. પણ હવે પ્રતિબંધોમાં રાહત મળી છે, ત્યારે અમે આશા રાખીએ છીએ કે, અમારા સહયોગી એનજીઓના મોટી સંખ્યામાં બાળકો તેમાં હિસ્સો લઈ રહ્યા છે અને ભારતના શ્રેષ્ઠ કોરિયોગ્રાફર્સ પાસેથી કેટલાક શ્રેષ્ઠ ડાન્સ શિખી રહ્યા છે અને તેમને માણી રહ્યા છે.”
તેમની મુલાકાત વિશે વાત કરતાં વૈભવ જણાવે છે કે, હું આ બાળકો સાથે વર્કશોપ કરીને મને જે અનુભવ મળ્યો છે તેનાથી હું ખુબ જ ખુશ છું અને હું તેમના સાચા કૌશલ્યને અને ડાન્સ પ્રત્યેની સમર્પિતતા જોઈને જરા પણ આશ્ચર્યચક્તિ નથી થયો. મને વિશ્વાસ છે કે જો તેમને સારી તક આપવામાં આવે, આ બાળકો ડાન્સની દુનિયામાં ઉજવળ ભવિષ્ય બનાવી શકે છે અને આપણા દેશને ગર્વ અપાવી શકે છે. તેમને વધુમાં ઉમેર્યું હતું કે હું માનું છું કે ડાન્સ વર્કશોપ યોજવા એ મને એક અલગ પ્રકારનો સંતોષ આપે છે અને એ બાળકોને ડાન્સ કરતી વખતે હસતા અને મજા કરતાં જોઈને મને ખુબ જ સંતોષ થાય છે અને હું ડીઆઈડી અને ગીવઈન્ડિયાનો આભારી છું કે તેમને મને આ મોટી તક આપી.
હું બધાને વિનંતી કરું છું કે, તેઓ ડાન્સ લિટલ માસ્ટર્સની સાથે જોડાઈ અને આવા ગરીબ બાળકોને શિક્ષણ આપવા તથા સમર્થ બનાવવાની પહેલમાં તેમનો ફાળો આપે, આ માટેની લિંક નીચે આપેલી છેઃ https://fundraisers.giveindia.org/fundraisers/join-hands-with-dance-india-dance-lil-masters-to-educate-and-empower-underprivileged-children-donate-now
ડીઆઇડી લિટલ માસ્ટર્સના નાનકડા અને પ્રતિભાશાળી સ્પર્ધકોના પફોર્મન્સની મજા માણવા માટે જોતા રહો, ઝી ટીવી, શો શરૂ થઈ રહ્યો છે, 12મી માર્ચથી દર શનિવાર અને રવિવાર રાત્રે 9 વાગે ફક્ત ઝી ટીવી પર.