નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૦૯ માર્ચ ૨૦૨૨:
“રોયલ ટેકનોસોફ્ટ પ્રાઈવેટ લિમિટેડ” એ ધીરજ પૂજારાના નેતૃત્વમાં એક પછી એક એમ નવી ઉંચાઈઓ સર કરતું રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓના કરીયરને આગળ ધપાવવા માટે ગાંધીનગરમાં “કોડિંગ અને સ્ટાર્ટઅપ ઈન્ક્યુબેશન સેન્ટર”ની શરૂઆત કરી છે. ઘણા સમયથી ગાંધીનગરના વિદ્યાર્થીઓ આ સેન્ટરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે સમય આવી ગયો છે. હવે તમે પણ તેનો લાભ તમારા કેરીયરને બ્રાઈટ બનાવવા માટે લઈ શકો છો.
ધીરજ પૂજારા, “ધીરુભાઈ અંબાણી ઈન્ટિટ્યૂટ”ના એલ્યુમની અને 17 વર્ષનો અનુભવ ધરાવતા આઈટી કન્સલ્ટન્ટ અને “કોડિંગ તેમજ સ્ટાર્ટઅપ ઈન્ક્યુબેશન સેન્ટર”ના વિશ્વના યંગેસ્ટ પ્રોગ્રામરના ટ્રેનર છે. જેમના થકી અનેક વિદ્યાર્થીઓએ વિશ્વમાં વિવિધ દેશોમાં સારો હોદ્દો અને સ્થાન મેળવ્યા છે. જેથી આ તક તમારી પણ રાહ જોઈ રહી છે.
આ સેન્ટરનું ઉદઘાટન સરગાસણ, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. ચીફ ગેસ્ટ તરીકે શાલિની દુહાન (IAS) કમિશનર ઓફ સ્કૂલ, ગાંધીનગર તથા ડૉ. કે.એસ. દાસગુપ્તા પીએચ.ડી., આઈઆઈટી બાેમ્બે તેમજ DA-IICTEના સ્પેશ સાયન્ટિસ્ટ હાજર રહ્યા હતા. જેમણે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂંરુ પાડ્યું હતું અને આ સેન્ટરનું શું મહત્વ છે તેના વિશે જણાવ્યું હતું.
ખાસ કરીને દરેક વિદ્યાર્થી અને માતા-પિતાને તેમના બાળકો માટે મનમાં સવાલ થતો હોય છે કે, ધોરણ 10 અને 12 પછી શું?, જેમના માટે આ સેન્ટર એક નવી તકો લઈને ઉભર્યું છે. નવી કરીયરની તકો તમને આ સેન્ટરમાંથી મળી રહેશે.
આ દરમિયાન ધીરજ પૂજારાએ જાહેરાત કરતા જણાવ્યું કે, કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની જેના માતા-પિતા હયાત ના હોય અને આર્થિક રીતે પછાત હોય તેવા દિકરી કે દિકરાને તેઓ દ્વારા પ્રોગ્રામીંગ કોર્સીસ અને સ્કિલ એન્ડ પર્સનાલિટી ડેવલોપરમેન્ટ ટ્રેનિંગ નિઃશુલ્ક કરાવશે.
પ્રોગ્રામીંગ કોર્સીસ અને સ્કિલ એન્ડ પર્સનાલિટી ડેવલોપમેન્ટ ટ્રેનિંગ કર્યા બાદ “રોયલ ટેકનોસોફ્ટ પ્રા.લી.” દ્વારા જોબ માટે સારી સોફ્ટવેર કંપનીમાં જોબ પ્લેસમેન્ટની તકો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
વિદ્યાર્થીઓની બીજી તાલાવેલી તેમના ફેવરીટ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ફેમ ટીવી સીરીયલના યુવા કલાકારોને જોવાની અને મળવાની હતી. તારક મહેતાની ટીમમાં ટપુ સેનાની ટીમ “કોડિંગ અને સ્ટાર્ટઅપ ઈન્ક્યુબેશન સેન્ટરનું ઉદઘાટન” પ્રસંગે હાજર રહી હતી. અહીં આવેલા વિદ્યાર્થીઓને મળવાનો મોકો મળ્યો હતો. યોગી (સમર શાહ), ગોલી (કુશ શાહ), પિંકુ (અઝહર શેખ) અને સોનુ (પલક સિંધવાણી) તેમજ બાલવીર એવા વંશ સાયાણી પણ હાજર રહ્યા હતા અને જેમની સાથે વિદ્યાર્થીઓએ મન ભરીને વાતો કરી હતી. જેમને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.