ગુજરાત બાર કાઉન્સીલ તરફથી એનરોલમેન્ટ સર્ટિફિકેટ(સનદ) ઇશ્યુ કરવામાં આવતાં નવા વકીલોમાં ખુશીની લાગણી
એલ.એલ.બી.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દરેક ધારાશાસ્ત્રીઓએ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવતી રાષ્ટ્રીય પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે. આ પરીક્ષા પાસ થયા બાદ જ ધારાશાસ્ત્રીઓને સનદ ઇસ્યુ કરવામાં આવે છે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.6
ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણયના ભાગરૂપે 2021ના વર્ષમાં વકીલાતની નોંધણી કરાવનાર પાંચ હજારથી વધુ વકીલોને સનદ ઇશ્યુ કરવામાં આવી છે. ગુજરાત બાર કાઉન્સીલ તરફથી એનરોલમેન્ટ સર્ટિફિકેટ(સનદ) ઇશ્યુ કરવામાં આવતાં નવા વકીલોમાં ખુશીની લાગણી પામી છે. ખાસ કરીને નવા વકીલ બનેલ એડવોકેટ્સ તરફથી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના આ હકારાત્મક અભિગમ અને ઝડપી નિર્ણયને આવકારવામાં આવ્યો છે.
ગુજરાતમાં સને 2021નાં વર્ષમાં 5018 ધારાશાસ્ત્રીઓએ નોંધણી કરાવી એનરોલમેન્ટ સર્ટીફીકેટ મેળવવા માટે અરજી કરી હતી. અને જે તમામ નોંધણી કરાવનાર ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તરફથી એનરોલમેન્ટ સર્ટીફીકેટ (સનદ) હાલમાં ઇસ્યુ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, એલ.એલ.બી.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દરેક ધારાશાસ્ત્રીઓએ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવતી રાષ્ટ્રીય પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે. આ પરીક્ષા પાસ થયા બાદ જ ધારાશાસ્ત્રીઓને સનદ ઇસ્યુ કરવામાં આવે છે.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના એનરોલમેન્ટ કમિટીનાં ચેરમેન અનિલ સી. કેલ્લાએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે કે સને 2010 પછી કોઇપણ કાયદા નાં 3 (ત્રણ) વર્ષ અથવા 5 (પાંચ) વર્ષનાં સ્નાતકે વકીલાતનાં વ્યવસાયમાં દેશનાં કોઇપણ ભાગમાં, દેશની કોઇપણ અદાલતમાં પ્રેકટીસ કરવી હોય તો તેમણે એનરોલમેન્ટ સર્ટીફીકેટ (સનદ) મેળવવાનાં હોય છે, જેમાં એનરોલમેન્ટ સર્ટીફીકેટ (સનદ) સ્ટેટ બાર કાઉન્સીલમાંથી મેળવવાનુ હોય છે. તેમજ સર્ટીફીકેટ ઓફ પ્રેકટીસ મેળવવા માટે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની A.I.B.E ની પરીક્ષા ફરજીયાત પાસ કરવાની હોય છે અને જે પરીક્ષા પાસ કરનાર ધારાશાસ્ત્રી દેશની કોઇપણ અદાલતમાં વકીલાત કરી શકે છે.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં સને 2021 નાં વર્ષમાં 5018 જેટલા ધારાશાસ્ત્રીઓએ નોંધણી કરાવી એનરોલમેન્ટ સર્ટીફીકેટ મેળવવા માટે અરજી કરી હતી. અને જે તમામ નોંધણી કરાવનાર ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તરફથી એનરોલમેન્ટ સર્ટીફીકેટ (સનદ) હાલમાં ઇસ્યુ કરવામાં આવેલ છે. ગુજરાત બાર કાઉન્સીલ તરફથી એનરોલમેન્ટ સર્ટિફિકેટ(સનદ) ઇશ્યુ કરવામાં આવતાં નવા વકીલોમાં ખુશીની લાગણી પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ ધારાશાસ્ત્રીઓને A.I.B.E ની પરીક્ષા પાસ કરવી ફરજીયાત છે અને સર્ટીફીકેટ ઓફ પ્રેકટીસ (C.O.P) મેળવવુ ફરજીયાત છે.