અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
05 માર્ચ, 2022:
આજના ઝડપથી વૃદ્ધિ સાધતા ડિજિટલ યુગમાં શહેરના નાગરિકો અને વિશેષ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ વચ્ચે પુસ્તકોના વાંચનની આદત કેળવવા તથા ઉભરતાં લેખકો, કવિઓ અને સાહિત્યકારોને પ્રોત્સાહન આપવા એક મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે ફિક્કીફ્લો અમદાવાદ ચેપ્ટર દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે બે-દિવસીય ‘ફ્લો વર્ડ ફેસ્ટ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના પુસ્તકોની વિશાળ શ્રેણી તથા સાહિત્યને પ્રદર્શિત કરવા માટે પણ આયોજિત કરાયો છે.
કાર્યક્રમના પ્રથમ દિવસે બુક રિલિઝ તથા ક્રિએટિવ રાઇટિંગ સંબંધિત વિષયો ઉપર નોલેજ રિપોર્ટ રજૂ કરવા સહિતના વિવિધ પ્રોગ્રામ યોજાયા હતાં. જેમાં ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન ઉપર રવિન્દર સિઁઘ દ્વારા ટોક, બોલીવુડ બધ – ઓન કેમેરા ઓફ કેમેરા ઉપર ભાવના સોમૈયા, યશ વ્યાસ અને ડો. પ્રશાંત ભીમાણી સાથે રેવન્તા સારાભાઇ દ્વારા મેન્ટલ હેલ્થ અવેરનેસ વિષય ઉપર ચર્ચા સત્ર તેમજ આશિષ બાગરેચા દ્વારા કવિતા પઠન વગેરે સામેલ હતાં.
ફ્લો અમદાવાદના ચેરપર્સન નંદિતાબેન મુનશાએ આ ફેસ્ટિવલનું આયોજન કરતાં ઉત્સાહિત હતાં અને તેમણે જાણીતા લેખકો અને કલાકારોની સાથે વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગસાહસિકોને પણ કાર્યક્રમમાં જોડ્યાં હતાં. શહેરના લોકોને સામેલ કરતાં તેમણે આગામી વર્ષોમાં આ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી વધુ જાગૃતિ પેદા કરવાની આશા વ્યક્ત કરી હતી.
ફિક્કી વર્ડ ફેસ્ટ અંગે પ્રતિક્રિયા આપતાં ફ્લો અમદાવાદના લિટફેસ્ટ હેડ બિજલ શાહે જણાવ્યું હતું કે, અમે આ પ્રકારની પહેલમાં રૂચિ ધરાવતા લોકો તરફથી ખૂબજ જબરદસ્ત પ્રતિસાદ મેળવ્યો છે. પહેલીવાર બહુવિધ ભાષામાં લિટ્રેચર ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે અને મારું માનવું છે કે સાહિત્ય કોઇપણ એક ભાષા પૂરતું સીમિત નથી. સાહિત્ય કોઇ વ્યક્તિની કલ્પનાશક્તિ ઉપરાંત આપણા સમયનું દસ્તાવેજીકરણ છે. સાહિત્યક્ષેત્રના અગ્રણીઓ આપણી આગામી પેઢીને આગળ વધવા માટે પ્રોત્સાહક અને દિશાસૂચક બની રહેશે તેવી મને આશા છે.
આજના વર્ડ ફેસ્ટમાં પણ વિવિધ ઇવેન્ટ્સ યોજાશે, જેમાં કોરલ દાસગુપ્તા, અભિષેક જૈન, એસ્થર ડેવિડ, ડો. નિમિત ઓઝા, પ્રિયા નારાયણ, ઉત્કર્ષ પટેલ, કેવિન મિસ્સલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે તથા તેઓ સાહિત્ય સંબંધિત વિવિધ પાસાઓ ઉપર તેમના વિચારો વ્યક્ત કરશે અને ચર્ચા-વિચારણ પણ કરશે. રાગ સેઢી સાથે મીરા દેસાઇ દ્વારા મ્યુઝિકની રજૂઆત ચોક્કસપણે લોકોમાં ઉત્સાહ પેદા કરશે.
ફિક્કી ફ્લો વર્ડ ફેસ્ટમાં ગુજરાત પલ્બિશર્સ બુક સ્ટોલ ખાતે લેખકો તેમના પુસ્તકોને ડિસ્પ્લે કરીને તેનું વેચાણ પણ કરી રહ્યાં છે, જેનાથી ઉભરતા અને સ્થાપિત લેખકો માટે વોકલ ફોર લોકલની તક સર્જાશે.
અમદાવાદ, 04 માર્ચ, 2022: આજના ઝડપથી વૃદ્ધિ સાધતા ડિજિટલ યુગમાં શહેરના નાગરિકો અને વિશેષ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ વચ્ચે પુસ્તકોના વાંચનની આદત કેળવવા તથા ઉભરતાં લેખકો, કવિઓ અને સાહિત્યકારોને પ્રોત્સાહન આપવા એક મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે ફિક્કીફ્લો અમદાવાદ ચેપ્ટર દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે બે-દિવસીય ‘ફ્લો વર્ડ ફેસ્ટ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના પુસ્તકોની વિશાળ શ્રેણી તથા સાહિત્યને પ્રદર્શિત કરવા માટે પણ આયોજિત કરાયો છે.
કાર્યક્રમના પ્રથમ દિવસે બુક રિલિઝ તથા ક્રિએટિવ રાઇટિંગ સંબંધિત વિષયો ઉપર નોલેજ રિપોર્ટ રજૂ કરવા સહિતના વિવિધ પ્રોગ્રામ યોજાયા હતાં. જેમાં ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન ઉપર રવિન્દર સિઁઘ દ્વારા ટોક, બોલીવુડ બધ – ઓન કેમેરા ઓફ કેમેરા ઉપર ભાવના સોમૈયા, યશ વ્યાસ અને ડો. પ્રશાંત ભીમાણી સાથે રેવન્તા સારાભાઇ દ્વારા મેન્ટલ હેલ્થ અવેરનેસ વિષય ઉપર ચર્ચા સત્ર તેમજ આશિષ બાગરેચા દ્વારા કવિતા પઠન વગેરે સામેલ હતાં.
ફ્લો અમદાવાદના ચેરપર્સન નંદિતાબેન મુનશાએ આ ફેસ્ટિવલનું આયોજન કરતાં ઉત્સાહિત હતાં અને તેમણે જાણીતા લેખકો અને કલાકારોની સાથે વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગસાહસિકોને પણ કાર્યક્રમમાં જોડ્યાં હતાં. શહેરના લોકોને સામેલ કરતાં તેમણે આગામી વર્ષોમાં આ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી વધુ જાગૃતિ પેદા કરવાની આશા વ્યક્ત કરી હતી.
ફિક્કી વર્ડ ફેસ્ટ અંગે પ્રતિક્રિયા આપતાં ફ્લો અમદાવાદના લિટફેસ્ટ હેડ બિજલ શાહે જણાવ્યું હતું કે, અમે આ પ્રકારની પહેલમાં રૂચિ ધરાવતા લોકો તરફથી ખૂબજ જબરદસ્ત પ્રતિસાદ મેળવ્યો છે. પહેલીવાર બહુવિધ ભાષામાં લિટ્રેચર ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે અને મારું માનવું છે કે સાહિત્ય કોઇપણ એક ભાષા પૂરતું સીમિત નથી. સાહિત્ય કોઇ વ્યક્તિની કલ્પનાશક્તિ ઉપરાંત આપણા સમયનું દસ્તાવેજીકરણ છે. સાહિત્યક્ષેત્રના અગ્રણીઓ આપણી આગામી પેઢીને આગળ વધવા માટે પ્રોત્સાહક અને દિશાસૂચક બની રહેશે તેવી મને આશા છે.
આજના વર્ડ ફેસ્ટમાં પણ વિવિધ ઇવેન્ટ્સ યોજાશે, જેમાં કોરલ દાસગુપ્તા, અભિષેક જૈન, એસ્થર ડેવિડ, ડો. નિમિત ઓઝા, પ્રિયા નારાયણ, ઉત્કર્ષ પટેલ, કેવિન મિસ્સલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે તથા તેઓ સાહિત્ય સંબંધિત વિવિધ પાસાઓ ઉપર તેમના વિચારો વ્યક્ત કરશે અને ચર્ચા-વિચારણ પણ કરશે. રાગ સેઢી સાથે મીરા દેસાઇ દ્વારા મ્યુઝિકની રજૂઆત ચોક્કસપણે લોકોમાં ઉત્સાહ પેદા કરશે