નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:04 ફેબ્રુઆરી 2022:
વર્ષનો પ્રથમ સ્પ્રિંગ કલેક્શન
150 થી વધુ ડિઝાઈનર્સના મનમોહક, સ્ટાઈલિશ અને
ફેશનેબલ શોકેસીસ સાથે શહેરમાં હાઈ લાઈફ એક્ઝિબિશનનું પુનઃઆગમન
હવે આ વર્ષનું સ્પ્રિંગ કલેક્શન શોકેસ સાથે હાઈ લાઈફ એક્ઝિબિશન્સ શહેરના ફેશનચાહકોને સ્મિત અને ખુશીનું એક કારણ આપે છે. આજે અમદાવાદમાં ગ્રાન્ડ ભગવતી હોટેલ ખાતે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન્સનું પ્રારંભ કરવામાં આવ્યું. ૩ અને ૪ માર્ચ દરમિયાન આ સ્પ્રિંગ કલેક્શનનું રજુઆત દેશભરના ૧૫૦ જેવા ડિઝાઇનર્સ દ્વારા કરવામાં આવશે.
ઈવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, ‘ આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં અમે ખાસ સ્પ્રિંગ કલેક્શન રજૂ કરીશું જે એકદમ ખાસ હશે . અમારા આ એક્ઝિબિશનમાં પર્સનલ સ્ટાઈલીંગ તથા લાઈફ સ્ટાઈલ ઇન્ડસ્ટ્રીના મોટી સંખ્યામાં ચાહકો ઉપસ્થિત રહેશે. સ્પ્રિંગ કલેક્શન શો દ્વારા અમે ઈચ્છીએ છે કે અમદાવાદના ફેશન ચાહકો પણ રોમાંચક એવી આધુનિક ડિઝાઈન્સનો અનુભવ લે. આ વર્ષે ફરી અમે એથનિક તથા ફેશન પરિધાનો, હોમ ડેકોર તથા ગિફ્ટીંગ આઈડિયાસ સાથે આપના ઘરઆંગણે લઈને આવ્યા છીએ. આથી હું અમદાવાદના ફેશન લવર્સને શુભેચ્છા પાઠવું છે કે તેઓ નવું વર્ષમાં ક્લાસી અને ટ્રેન્ડી બની રહે.
#bharatmirror #bharatmirror21 #news #hi-life-exhibitions #ahmedabad