ISEEE એ એવો મંચ છે જ્યાં એલિવેટર ઉદ્યોગ એકછત્ર હેઠળ ભેગો થાય છે અને તે નેટવર્કિંગ માટેનું શ્રેષ્ઠ સ્થળ બની રહે છે
આઉટડોર અભિયાનના ભાગરૂપે ISEEEએ મુંબઈમાં તથા અમદાવાદમાં હોર્ડિંગ્સ લગાવ્યાં
ઉદ્યોગમાંથી આશરે 100 જેટલી કંપનીઓ આ ઔદ્યોગિક પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે. આ પ્રદર્શન લિફ્ટ્સ, એલિવેટર્સ તથા એસ્કેલેટર્સની નવી અને આધુનિક ટેક્નોલોજી નિહાળવાની અનેરી તક પૂરી પાડે છે
અમદાવાદ, તા.3
ધ ઈન્ટરનેશનલ સોર્સિંગ એક્સપોઝિશન ફોર એલિવેટર્સ એન્ડ એસ્કેલેટર્સ (ISEEE)આગામી 1,2,3 ડિસેમ્બર, 2022માં બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, નેસ્કો, ગોરેગાંવ (વેસ્ટ) મુંબઈખાતે યોજાશે. ISEEE એ એવો મંચ છે જ્યાં એલિવેટર ઉદ્યોગ એકછત્ર હેઠળ ભેગો થાય છે અને તે નેટવર્કિંગ માટેનું શ્રેષ્ઠ સ્થળ બની રહે છે. તે એક માત્ર એક્સપો છે જે ઓઈએમ અને ઉપકરણના ઉત્પાદકોને એકસાથે લાવે છે. ધ ઈન્ટરનેશનલ સોર્સિંગ એક્સપોઝિશન ફોર એલિવેટર્સ એન્ડ એસ્કેલેટર્સ (ISEEE)નું આયોજન ટાક એક્સપો દ્વારા કરાઈ રહ્યું છે.
આ અંગે માહિતી આપતાં ટાક એક્સપો પ્રા. લિમિટેડ(એક્સ્પોના આયોજક)ના સીઓઓ – પ્રબોધ હેમિલ્ટને જણાવ્યું હતું કે 2022ના ચોથા ત્રિમાસિક ગાળા સુધીમાં કોવિડ-19 મહામારીનો અંત આવે તેવી અમારી ધારણા છે અને તમામ પ્રદર્શકો, મુલાકાતીઓ અને સર્વિસ પ્રોવાઈડર્સ વેક્સિનના ડોઝથી સંપૂર્ણ સુરક્ષિત બની ચુક્યા હશે. જે તમામ લોકોની ઉચ્ચસ્તરીય સલામતી સુનિશ્ચિત કરશે જે શોની સફળતા માટે અત્યંત મહત્વનું છે. આઉટડોર અભિયાનના ભાગરૂપે ISEEEએ મુંબઈમાં તથા અમદાવાદમાં હોર્ડિંગ્સ લગાવ્યાં છે.
ઉદ્યોગમાંથી આશરે 100 જેટલી કંપનીઓ આ ઔદ્યોગિક પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે. આ પ્રદર્શન લિફ્ટ્સ, એલિવેટર્સ તથા એસ્કેલેટર્સની નવી અને આધુનિક ટેક્નોલોજી નિહાળવાની અનેરી તક પૂરી પાડે છે. આ ઈવેન્ટ ઉદ્યોગ જગતના લોકોને એક સાથે મળીને શ્રેષ્ઠ પદ્ધતિઓ એકબીજા સાથે વહેંચવાની પણ તક આપે છે.
#bharatmirror #bharatmirror21 #news