રશિયાએ બેલારુસમાં યુક્રેન સાથે વાતચીત કરવા માટે ઓફર કરી. પરંતુ ઓફરને યુક્રેને ફગાવી દીધી.
રશિયા-યુક્રેનની વચ્ચે સમાધાન કરાવી શકે છે ઈઝરાઈલ, પીએમ નફ્તાલી બેનેટે ઝેલેન્સ્કી પછી પુતિન સાથે કરી વાત
અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા:27 ફેબ્રુઆરી ૨૦૨૨:
બેલારુસ કે મોસ્કોમાં રશિયા સાથે શાંતિ મંત્રણા કરવા યુક્રેન સંમત થયું- રશિયન સ્ટેટ મીડિયા
યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ કહ્યું હતું કે રશિયા સાથે વાતચીત માટે તૈયાર છીએ પરંતુ, બેલારુસમાં નહીં. રવિવારે એક વીડિયો સંદેશમાં બોલતા રાષ્ટ્રપતિ વોલોડીમીર જેલેન્સકીએ કહ્યું કે વોર્સો, બ્રાતિસ્લાવા,ઇસ્તાંબુલ, બુડાપેસ્ટ અથવા બાકુમાં વાતચીત થઈ શકે છે. તેમણે કહ્યું કે અન્ય સ્થળોએ વાતચીત શક્ય છે આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું હતુ કે યુક્રેનને રશિયા સાથે બેલારુસમાં વાતચીત મંજુર નથી.
યુક્રેને રશિયાની સેના જબરદસ્ત ટક્કર આપી
આ દરમિયાન રશિયાની સેના યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં દાખલ થઈ ગઈ છે. આ તરફ રાજધાની કિવ બહાર યુક્રેને રશિયાની સેના જબરદસ્ત ટક્કર આપી છે.
યુક્રેન પર સતત ચોથા દિવસે પણ રશિયાના હુમલા ચાલુ છે. આ દરમિયાન યુક્રેને દાવો કર્યો છે કે તેણે રશિયાના 4,300 સૈનિકો માર્યા છે. આ ઉપરાંત યુક્રેને રશિયાની 146 ટેન્ક, 27 ફાઈટર જેટ અને 26 હેલિકોપ્ટર પણ નષ્ટ કર્યા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરવા અપીલ કરી
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન નફ્ટાલી બેનેટે રવિવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમિર જેલેન્સ્કીએ પણ બેનેટ સાથે વાત કરી હતી. જેલેન્સ્કીએ બેનેટને રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરવા અપીલ કરી હતી. જો કે ઇઝરાયેલે હજુ સુધી સત્તાવાર રીતે મધ્યસ્થતા અંગે કોઇ નિવેદન આપ્યું નથી.
રશિયાએ બેલારુસમાં યુક્રેન સાથે વાતચીત કરવા માટે ઓફર કરી
રશિયાએ બેલારુસમાં યુક્રેન સાથે વાતચીત કરવા માટે ઓફર કરી છે. આ ઓફરને યુક્રેને ફગાવી દીધી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ કહ્યું હતું કે રશિયા સાથે વાતચીત માટે તૈયાર છીએ પરંતુ, બેલારુસમાં નહીં. રવિવારે એક વીડિયો સંદેશમાં બોલતા રાષ્ટ્રપતિ વોલોડીમીર જેલેન્સકીએ કહ્યું કે વોર્સો, બ્રાતિસ્લાવા,ઇસ્તાંબુલ, બુડાપેસ્ટ અથવા બાકુમાં વાતચીત થઈ શકે છે. તેમણે કહ્યું કે અન્ય સ્થળોએ વાતચીત શક્ય છે આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું હતુ કે યુક્રેનને રશિયા સાથે બેલારુસમાં વાતચીત મંજુર નથી.
યુક્રેને રશિયાની સેના જબરદસ્ત ટક્કર આપી
આ દરમિયાન રશિયાની સેના યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં દાખલ થઈ ગઈ છે. આ તરફ રાજધાની કિવ બહાર યુક્રેને રશિયાની સેના જબરદસ્ત ટક્કર આપી છે. યુક્રેનની સેનાએ રશિયા તરફથી લડી રહેલા ચેચેન સ્પેશિયલ ફોર્સના ટોપ જરલરને ઠાર કર્યા છે. યુક્રેનનો દાવો છે કે અત્યાર સુધીમાં રશિયાના હુમલામાં 198 લોકોનાં મોત થયા છે. જેમાં 33 બાળકો પણ સામેલ છે. આ ઉપરાંત 1115 લોકો ઘાયલ થઈ ચૂક્યા છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે રશિયાના હુમલાના લીધે ચર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટની પાસે રેડિએશનનું જોખમ 20 ગણુ વધી ગયું છે. આ વિસ્તારમાં રશિયન સૈનિકોની મૂવમેન્ટમાં રેડિઓએક્ટિવ ધૂળ ચોતરફ ફેલાઈ ગઈ છે. જો કે હજુ એ ગંભીર સ્થિતિમાં પહોંચી નથી. આ તરફ રશિયાના સૈનિકોએ ખાર્કિવમાં ગેસ પાઈપલાઈન ઉડાવી દીધી છે. જ્યારે, બાર્સિલકીવમાં ફાયરિંગને કારણે પેટ્રોલિયમ બેઝમાં આગ લાગી હતી.