નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૨૬ ફેબ્રુઆરી ૨૦૨૨:
હાલમાં રશિયા દ્રારા યુક્રેન માં કરેલા હુમલાના પગલે શાંતિનું વાતાવરણ રોળાયું ગયું છે. તેની સાથે-સાથે યુક્રેનમાં ભારતના અને ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ પણ ફસાયા છે. તેમને બંકરમાં રહેવાની ફરજ પડી રહી છે, તેમને પાસે ખાવાપીવાના નો જથ્થો ઓછો થઈ રહ્યો છે. તેમના માબાપો ચિંતીત બન્યા છે, તેવા સમયે યુક્રેનમાં ફસાયેલા ભારતીય અને ગુજરાતી વિદ્યાર્થીઓ હેમ ખેમ સુરક્ષિત પાછા ફરે અને યુદ્ધની કટોકટીમાંથી વિશ્વ સત્વરે બહાર આવે અને ફરી એકવાર દુનિયામાં સુખ-શાંતિ અમન ચેન નું વાતાવરણ સર્જાય. તે માટે જનતાનગર અમરાઈવાડી રોડ ખાતે સર્વ ધર્મ પ્રાર્થના માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ (પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર) અને મમતાબેન તિવારીની આગેવાની હેઠળ યોજવામાં આવી હતી.
જેમાં જ્યોર્જિઅન પંડિત અશોક શાસ્ત્રી મમતાબેન દિવાળી નરેન્દ્ર ભુસરી, રફીક શેખ, શ્રી નરેન્દ્રસિંહ ચાવડા, સંદીપ યાદવ, અતિશ પંચોલી વગેરે મોટી સંખ્યા મા ઉપસ્થિતરહયા હતા.