નેટકોન પ્રોડક્ટ શોકેસ દરમિયાન અદ્ભુત હોમ એપ્લાયન્સીસ ડિસ્પ્લેનું આયોજન
નીતા લીંબાચીયા, અમદવા
:૨૦ ફેબ્રુઆરી ૨૦૨૨:
જૈવિક ઈન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના વર્ષ 2019 માં કરવામાં આવી હતી, અને તેના અસ્તિત્વના ત્રીજા જ વર્ષમાં તે ગુજરાતમાં સૌથી ઝડપથી વિકસતી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓમાંની એક તરીકે મજબૂત રીતે ઉભરી આવી છે. આગામી સમર સીઝન નજીક આવી રહી હોવાથી, કંપનીએ આજે હોટેલ નોવોટેલ ખાતે પોતાના નવા પ્રોડક્ટસને પ્રસ્તુત કરવા માટે એક ખાસ નેટકોન પ્રોડક્ટ શોકેસ ઈવેન્ટનું આયોજન કર્યું હતું અને સમગ્ર ગુજરાતમાંથી તેના પ્રતિષ્ઠિત ડીલરો અને મહેમાનોને આમંત્રિત કર્યા હતા.
નેટકોન ૨૦૨૨ વિશે મીડિયા મિત્રોને માહિતી આપતા જૈવિક ઈન્ટરનેશનલ પ્રા.લિ.ના ફાઉન્ડર શ્રી અમિત નેનવાણીએ જણાવ્યું હતું કે, “આ પ્રોડક્ટ શોકેસ ડિસપ્લે સાથે જૈવિક ઇન્ટરનેશનલ આગામી સમર સીઝન માટે તેની તૈયારીઓ અને નવા પ્રોડક્ટ રેન્જને ડિસપ્લે કરવા માંગે છે. અને અમે અમારા ગ્રાહકો માટે કેટલાક અદ્ભુત નવા મોડલ્સ અને અદ્ભુત સ્કીમ્સ લઈને આવ્યા છીએ. કંપનીની શરૂઆત લોકોને અદ્યતન ટેક્નોલોજી અને સ્માર્ટ વેલ્યુ પ્રોડક્ટ્સ સરળતાથી ઉપલબ્ધ થાય અને તેમના જીવનમાં સુધાર થાય એવા વિઝન સાથે કરવામાં આવી હતી. અમારા પ્રોડક્ટ્સ આજે શહેરી અને ગ્રામીણ ભારતમાં સમાજના તમામ વર્ગો અને વય જૂથોના ઘણા ગ્રાહકો દ્વારા માણવામાં આવે છે. અમારો ટર્નઓવરનો લક્ષ્યાંક આગામી 5 વર્ષમાં રૂપિયા 50 કરોડ સુધી પહુંચારવાનો છે અને એક વર્ષની અંદર અમે રાજસ્થાન, એમપી અને મહારાષ્ટ્રના બજારોમાં અમારી હાજરી અનુભવવાની યોજના બનાવીએ છીએ.”
જૈવિક ઇન્ટરનેશનલ પ્રા.લિ.ના કો-ફાઉન્ડર શ્રી દીપક જીયાનીએ વધુમાં જણાવ્યું હતું કે, ” જૈવિક ઈન્ટરનેશનલમાં અમારું મિશન તમામ ઈલેક્ટ્રોનિક કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સ માટે એક વન સ્ટોપ સોલ્યુશન પૂરું પાડતું એન્ટરપ્રાઈઝ સ્થાપવાનું છે. અમને એ વાતનો પણ ખૂબ ગર્વ છે કે અમારી મોટાભાગની પ્રોડક્ટ મેડ ઈન ઈન્ડિયા થીમ પર આધારિત છે અને અમે આત્મનિર્ભર ભારતના મંત્રને અનુસરીએ છીએ. અમે તકનીકી રીતે અદ્યતન અને ઉર્જામાં બચત પ્રોડક્ટ્સના ઉત્પાદનોમાં વિશેષતા ધરાવીએ છીએ. કંપનીના વિકાસનો પાયો ગ્રાહકોની જરૂરિયાતોને સ્પષ્ટપણે સમજવાની અને તેમને એક શ્રેષ્ઠ ઉકેલ પ્રદાન કરવાની ક્ષમતા છે જે મુશ્કેલી મુક્ત, આર્થિક અને ટકાઉ હોય. ગુણવત્તા અને પરવડે તેવા બે મુખ્ય ક્ષેત્રો પર કામ કરીને, જૈવિક ઇન્ટરનેશનલ સમગ્ર સમાજના જીવનની ગુણવત્તાને બહેતર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. અમારા પ્રોડક્ટ્સ દ્વારા આજે શહેરી તેમજ ગ્રામીણ ભારતમાં સમાજના તમામ વર્ગો અને વય જૂથોના ઘણા ગ્રાહકો આનંદ માણી રહ્યા છે.”