નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GDMA) સાથે સંયુક્તપણે પર્યાવરણીય મુદ્દાઓ પર એક ઇન્ટરેક્ટિવ મીટિંગનું આયોજન કર્યું હતું. શ્રી એ.વી. શાહ, સભ્ય સચિવ, જીપીસીબી, શ્રી રાજેશ પરમાર, યુનિટ હેડ, જીપીસીબી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની ટીમ પણ બેઠકમાં હાજર રહી હતી.

આ સમારંભમાં GCCI અને GDMA પદાધિકારીઓ અને કારોબારી સમિતિના સભ્યો, ભૂતપૂર્વ પ્રમુખો અને GCCI અને GDMAના અન્ય સભ્યો, રિજનલ ચેમ્બરના પ્રમુખો અને સભ્યો અને એસોસિએશનના સભ્યોએ હાજરી આપી હતી. લગભગ 100+ સહભાગીઓએ પ્રત્યક્ષ રીતે અને વર્ચ્યુઅલ મોડ દ્વારા મીટિંગમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
શ્રી આર.બી.બારડ, IAS એ GPCB ની કામગીરી અને પ્રદૂષણ નિયંત્રણ કાયદા હેઠળની જોગવાઈઓ વિશે માહિતી આપી હતી. તેમણે બેઠકમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓને જોગવાઈઓનું પાલન કરવા અને પર્યાવરણનું જતન કરવા અપીલ કરી હતી. તેમણે GPCB દ્વારા આધુનિક મોડ્યુલ અપનાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
જીસીસીઆઈ દ્વારા મુખ્ય મુદ્દાઓનું સંકલન શ્રી આર.બી.બારડને સુપરત કરવામાં આવ્યું હતું, જેની બેઠક દરમિયાન વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા કરેલ મુદ્દાઓની નકલ સંદર્ભ માટે આ સાથે બીડેલ છે. સહભાગીઓ દ્વારા વધારાના પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા. શ્રી આર.બી.બારડ અને શ્રી એ.વી.શાહે તમામ મુદ્દાઓનો જવાબ આપ્યો અને આપેલા સૂચનો પર હકારાત્મક વિચારણા કરવાની ખાતરી આપી હતી.
#bharatmirror #bharatmirror21 #news #gcci #gdma #ahmedabad
