નીતા લીંબાચીયા, અમદાવાદ.
તા:૧૫ ફેબ્રુઆરી ૨૦૨૨:
કાનોડ (પંચમહાલ ) ની કુ. આરતીબેન અનિલકુમાર પારેખે M.A. માં ગુજરાતી વિષયમાં સમગ્ર સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કરીને સમાજને ગૌરવ અપાવ્યું છે. તા.26/12/2021 ના રોજ ચિ. આરતીનું ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે બે-બે ગોલ્ડ મેડલ અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું.
આ અગાઉ પણ ચિ.આરતીએ આર્ટ્સ કોલેજ મુનપુરમાં અભ્યાસ કરીને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં B.A. માં સમગ્ર Arts Faculty માં પ્રથમ ક્રમાંક પર રહીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને સમાજને ગૌરવ અપાવ્યું હતું. ચિ.આરતીએ સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયમાં Ph.D. Entrance Exam પાસ કરીને હાલ જ Ph.D. ના રીસર્ચ અભ્યાસ માટે પણ ક્વોલિફાય પણ કર્યું છે. તે બદલ આદરણીય શ્રી ચૈતન્ય મહાવદીયા તરફથી વિદ્યા સહાય પેટે 5000.00 નુ વિદ્યા દાન આપવામાં આવ્યું છે.