અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
તા: ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૨:
અસંગઠિત શ્રમિકો માટે આર્શિવાદરૂપી ત્રણ વર્ષથી બંધ “અન્નપૂર્ણા યોજના” શ્રમિકોના વિશાળ હિતમાં ફરી શરૂ કરવા પ્રદર્શન યોજી આપવામાં આવેલ આવેદન પત્ર
૧૦ રૂપિયામાં ભરપેટે યોજનાની રાજય સરકારશ્રીની અન્નપૂર્ણા યોજનાનું બાળમરણ થઈ ગયું છે. જુન ૨૦૧૭ ના વર્ષમાં અમદાવાદમાં શરૂ થયેલ આ યોજના લગભગ છેલ્લા ત્રણેક વર્ષથી બંધ પડી છે. કોરોના કાળમાં લોકડાઉનથી બેરોજગાર બનેલા અને વર્તમાન આર્થિક મંદીનો ભોગ બનેલા શ્રમિક વર્ગને જરૂરિયાત છે. તેવા સમયે જ સરકારે યોજના બંધ કરી દેતાં અસહ્ય તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજય સરકારના કાયદા પ્રમાણે બિલ્ડરની યોજના પુરી થતાં નફામાંથી બે ટકા શેષ ગુજરાત રાજય મકાન બાંધકામ કલ્યાણ બોર્ડમાં ફરજીયાત જમા કરે છે. જેથી ૩૫૦૦ કરોડથી વધુ રકમ જમા છે. એમાંથી બે ટકાથી અઢી ટકા જેટલી જ રકમ ખર્ચ કરી છે. જે ખર્ચ પણ વહીવટી ખર્ચો છે. જેથી કામદારોને સહાય મળતી નથી.
અન્નપૂર્ણા યોજના હેઠળ દાળ, ભાત, શાક, રોટલી, છાસ સહિતની ભોજન સામગ્રી પાર્સલ સુવિધાના રૂપમાં પેક કરી આપતી હતી. કડીયાનાકા પર સવારે મોટી સંખ્યામાં મજુર વર્ગ આવતો હોય છે.
કામે જતાં પહેલાં તેઓ ભરપેટ ભોજન એ પણ ફકત ૧૦ રૂપિયામાં કરી શકે છે. તે માટે આ યોજનાનો લાભ સમાજના એક મોટા વર્ગ લેતો હોય છે. અન્નપૂર્ણા યોજનામાં ભોજન મળે તો તેઓની બચત થઈ શકે, પોષ્ટિક આહાર મળે તો કોરોના સામે લડવા શ્રમિકોમાં હ્યુમીનીટી પાવર વધી શકે. એકબાજુ મકાન બાંધકામ કલ્યાણ બોર્ડમાં પુરતુ ફંડ છે. બીજી બાજુ સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે છતાં આજદિન સુધી કરવામાં આવી નથી જે કમનસીબ ઘટના આર્શિવાદરૂપી “અન્નપૂર્ણા યોજના” અસંગઠિત શ્રમિકોના વિશાળ હિતમાં તાકીદે શરૂ કરવા શ્રમ ભવન, રૂપાલી સીનેમા પાસે, મકાન અને બાંધકામ કલ્યાણ બોર્ડના અધિકારીશ્રી ઝાલા સાહેબની, ગુજરાત પ્રદેશ અસંગઠિત મઝદૂર – કર્મચારી કોંગ્રેસના ગુજરાત પ્રદેશના ચેરમેન શ્રી અશોક પંજાબી તથા કો-ઓર્ડીનેટર જયોર્જ ડાયસ ની આગેવાની હેઠળ અસંગઠિત શ્રમિકોના અગ્રણીઓ શ્રી રમેશ પરમાર(આઈટુક), શ્રી વિપુલ ત્રિવેદી (મજદુર-કમૅચારીકોંગ્રેસ), શ્રી કાલીઅપ્પન મુદલીયાર (જી.એમ.પી), નટવરભાઈ દેસાઈ (સી.પી.આઈ.) શ્રી સત્યવાન(કામદાર નેતા), શ્રી દિપક પાટીલ(સીટુ), અનિશ બેલદાર(ઓરીન ફાઉન્ડેશન) શ્રી સંજય મેકવાન (માનવ અઘિકાર ગ્રુપ), શ્રી જીગ્નેશ વર્મા (સી.પી.એમ.) વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.