સ્થાનિક નાગરિકો દ્વારા આક્રોશ ધરણા પ્રદર્શન
અશ્વિન લીંબાચીયા, અમદાવાદ
તા: ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૨:
અમદાવાદમાં આવેલો ખોખરા વિસ્તારનો રેલવે ઓવરબ્રિજની ગોકળગતિએ થઇ રહેલા તંત્રની કામગીરીને લઇ સ્થાનિક નાગરિકો દ્વારા અનુપમ સિનેમા પાસે બ્રિજના છેડે આક્રોશ ધરણા પ્રદર્શન માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર જ્યોર્જ ડાયસ તથા મ્યુનિસિપલ કાઉન્સિલર ઝુલ્ફીકાર પઠાન ના આગેવાની હેઠળ કોંગ્રેસ સહિત વિવિધ સંસ્થાઓ ના કાર્યકર્તાઓ જોડાયા હતા. છેલ્લા ચાર વર્ષથી એક પુલ તૈયાર ન થતો હોવાથી તંત્ર સામે સુત્રોચાર કર્યા હતા.
ખોખરા રેલવે ઓવરબ્રિજ બંધ હોવાથી અને ત્યાં સિક્સ લેનના ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી લોકોએ સારંગપુર રેલવે ઓવરબ્રિજ, મણિનગરમાં ઝઘડિયા રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થવાની નોબત આવી છે. સીધા રસ્તે જવું અશક્ય બની જતા હવે લોકોએ પ કિ.મી.થી વધુનું અંતર કાપીને ફરી ફરીને અવર-જવર કરતા ત્યાહિમામ પુકારી રહ્યા છે.
વર્ષ ૨૦૨૮માં ખોખરા રેલવે ફલાયઓવરનો કેટલોક ભાગ તૂટીને રેલવે ટ્રેક ઉપર પડતા ફલાયઓવર બંધ કરવામાં આવ્યો હતો અને વર્ષ ૨૦૧૯માં રેલવે અને AMC પ્રશાસન દ્વારા આ બ્રિજના સમારકામની કામગીરી શરૂ કરાઇ હતી. રૂ.58 કરોડ ખર્ચીને AMC અને રેલવે દ્વારા રેલવે ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જેને ત્રણ વર્ષ વધુનો સમય થયો છે છતાં કામગીરી પુરી થઈ નથી. રેલવે ફલાયઓવર બંધ હોવાના કારણે નાગરિકોને મણિનગર નાથાલાલ ઝગડા બ્રિજ ઉપરથી જવું પડે છે. કોર્પોરેશન મુજબ અંદાજે હજી પણ ત્રણ મહિના સુધી બંને બ્રિજના સમારકામ માટે સમય લાગી શકે છે. ઘરના પ્રદર્શનમાં સ્થાનિક કાર્યકરો શ્રી જ્યોર્જ ડાયસ,ઝુલ્ફીકાર પઠાણ ,શૈલેશસીંદે,વિશાલ ગુજૅર,મમતાબેન તિવારી ડોલીબેન દવે જ્ઞાન પ્રકાશ તિવારી,કોલીન ફ્રાન્સીસ, રાહુલ ભીલ સંજય મેકવાન,રાજેશ આહુજા સુનિલ કોરી,કીરીટ ચાવડા, ભદ્રેશ ક્રિશ્ચિયન વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.