નીતા લીંબાચીયા, અમદાવાદ
તા: ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૨:
વિ-હેલ્પ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલી નારી સમ્માનની પહેલ ‘ઉર્જા એવોર્ડ્સ’ ની ચોથી આવૃત્તિની 2022ના વર્ષ માટેની એન્ટ્રીઝ/નોમિનેશન્સ માટેની લાઇન હાલ ખુલી ગઇ છે. આ નારી સમ્માનનો સત્કાર સમારંભ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે 6માર્ચ, 2022ના રોજ આયોજિત થઇ રહ્યો છે.
સામાજિક, શૈક્ષણિક, વ્યાવસાયિક સહિતના ક્ષેત્રોમાં જે મહિલાઓ અનોખી સિદ્ધિ મેળવી પરિવર્તન લાવવા માટે અગ્રેસર રહ્યાં છે. તેઓ માટે વિ-હેલ્પ ફાઉન્ડેશન તરફથી એન્ટ્રીઝ / નોમિનેશન્સ શરૂ કરી દેવામાં આવ્યા છે.
તો નીચે આપેલ વોટ્સએપ નંબર પર અથવા ઇ-મેલ આઇડી પર આપની વિગતો જણાવશો.નોમિનેશન્સ માટેની અંતિમ તારીખ 20 ફેબ્રુઆરી, 2022 છે.
WhatsApp : 875 875 3600
eMail : [email protected]
નોંધઃ આ એવોર્ડ્સ માટે આપની જાણમાં નીચે જણાવેલ કેટેગરીના પરિદ્રશ્યમાં કોઇ મહિલા હોય તો તે માટે આપ અમને રેફરંશ પણ આપી શકો છો.
એવોર્ડ કેટેગરીઃ
સામાજિક કાર્યો
શૈક્ષણિક કાર્યો
મહિલા ઉદ્યોગસાહસિક
એડવેંચર / સ્પોર્ટ્સ
આર્ટ / કલ્ચર / મ્યુઝિક
યુવા પ્રતિભા