રાજકોટ જિલ્લામાં ૨૯ હજારથી વધુને પ્રીકોશન ડોઝ.
રાજકોટ, તા:૦૩ ફેબ્રુઆરી ૨૦૨૨:
કોરોના સામે પ્રતિરોધક વેક્સીનના પ્રથમ, દ્વિતીય તેમજ બંને ડોઝ લેનાર ફ્રન્ટલાઈન વોરિયર્સ અને સિનિયર સીટીઝનને હાલ પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે.
રાજકોટ જિલ્લામાં કુલ ૨૯,૩૬૩ લોકોને ત્રીજો ડોઝ આપવામાં આવ્યો છે. જયારે ૧૨,૮૯,૮૦૧ ને પ્રથમ ડોઝ ૧૧,૩૬,૭૬૧ લોકોને બીજો ડોઝ આપી ચુકવામાં આવ્યો છે. કુલ ૩૦૯ સાઈટ પર રસીકરણની કામગિરી કરવામા આવી રહી છે.