ભવિષ્યની અનેક વિકાસલક્ષી પગલાંઓ સાથેનું ભાવિ બજેટ
નીતા લીંબાચીયા, અમદાવાદ
તા: ૦૧ ફેબ્રુઆરી ૨૦૨૨:
GCCI કેન્દ્રીય બજેટ 2022-23ને બિરદાવે છે.
આજે માનનીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા નાણાકીય વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. શ્રી હેમંત શાહ, GCCI ના પ્રમુખ અને તેમના પદાધિકારીઓની ટીમે બજેટ અંગે તેમનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે આ બજેટ ભવિષ્યની અનેક વિકાસલક્ષી પગલાંઓ સાથેનું ભાવિ બજેટ છે.
GCCI પ્રમુખ અને તેમની ટીમે કેન્દ્રીય બજેટ 2022 ના કેટલાક મુખ્ય પાસાઓ નીચે પ્રમાણે પ્રકાશિત કર્યા:
હકારાત્મક પાસાઓ
- RBI દ્વારા ડિજિટલ ચલણ કરવાનો નિર્ણય.
- પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ અંતર્ગત સૌરઉર્જા અને PV મોડ્યુલ મેન્યુફેક્ચરિંગમાં રૂ.19,500 કરોડ ની વધારાની ફાળવણી, 5G માટે મજબૂત ઇકોસિસ્ટમ બનાવવા માટે અને ડિઝાઇન-આધારિત મેન્યુફેક્ચરિંગ માટે સ્કીમની શરૂઆત.
- ઉદ્યમ, ઈ-શ્રમ, NCS અને ASEEM પોર્ટલને એકબીજા સાથે જોડવું અને તેમના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવું, જેથી G2C, B2C અને B2B સેવાઓ પણ પૂરી પાડી શકાય.
- ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ (ECLGS) એ 130 લાખથી વધુ MSME ને વધારાની ક્રેડિટ પ્રદાન કરી છે. વધુમાં, ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીસ (CGTMSE) સ્કીમને જરૂરી વધુ ભંડોળઉમેરીને તેનો વ્યાપ વધારવામાં આવશે. સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો માટે 2 લાખ કરોડ અને રોજગારીની તકો વિસ્તરણ કરવામાં આવશે.
- કરદાતાઓને વધારાના ટેક્સની ચુકવણી સાથે અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાની તક આપવમાં આવશે અને સંબંધિત આકારણી વર્ષના અંતથી બે વર્ષ સુધીમાં અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકાશે.
- સ્ટાર્ટ-અપ્સને આપવામાંઆવતી કર રાહત માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે અને કલમ 115BAB હેઠળ ઉત્પાદન અથવા ઉત્પાદન શરૂ કરવાની છેલ્લી તારીખ 15%ના રાહત દરનો લાભ મેળવવા માટે એક વર્ષ સુધી લંબાવવામાં આવી છે એટલે કે 31મી માર્ચ, 2023 થી 31મી માર્ચ, 2024 સુધી.
- લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સના ટ્રાન્સફર પર 15% પર સરચાર્જ
- ગિફ્ટ સિટી સંબંધિત જાહેરાતો પ્રોજેક્ટને પ્રોત્સાહન આપશે.
- એમ્બેડેડ ચિપ અને ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઈ-પાસપોર્ટ જારી કરવા
- રાજ્યોની ભાગીદારી સાથેના SEZ માટે નવો અધિનિયમ
- કેપિટલ પ્રોક્યોરમેન્ટ બજેટના 68 ટકા સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગ માટે નિર્ધારિત કરવામાં આવશે
- ડેટા બેંકો અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટેટસ પ્રદાન કરવામાં આવશે
નકારાત્મક પાસાઓ
ડિજિટલ અસ્કયામતો
- વર્ચ્યુઅલ ડિજિટલ એસેટના ટ્રાન્સફરથી થતા નુકસાનને અન્ય કોઈપણ આવક સામે સેટ ઓફ કરવાની મંજૂરી હોવી જોઈએ.
ડાયરેક્ટ ટેક્સ - વિવિધ સેસ હટાવવાની પ્રક્રિયા પૂર્વવર્તી અસરને બદલે નવા નાણાકીય વર્ષ થી અમલી થવા જોઈએ.
શું ખૂટે છે
- આરોગ્ય ક્ષેત્રે કોવિડ ને કારણે ભારે નુકસાન વેઠવું પડ્યું છે અને તેમ છતાં તે સંપૂર્ણ રીતે બહાર આવી શક્યું છે, આરોગ્ય ક્ષેત્ર માટે કેટલાક વિશિષ્ટ રાહત પગલાં અથવા પ્રોત્સાહન યોજનાઓ અપેક્ષિત હતી જે તેને ધ્યાનમાં રાખીને બજેટમાં પૂરી પાડવામાં આવી હોય તેવું જણાતું નથી.
- PLI યોજનાના લાભ મેળવવા માટે લઘુત્તમ રોકાણ મર્યાદા ઘટાડવી જોઈએ અને કુલ ફાળવણીમાંથી ચોક્કસ રકમ MSME એકમો માટે ફાળવવી જોઈએ.
- ફુગાવાનાને ધ્યાનમાં રાખીને આવકવેરાના દરમાં ફેરફાર કરવા જોઈતા હતા.