જો કે, અકસ્માતમાં બે મહિલા સહિત કુલ પાંચ વ્યકિતને ઇજા – ઇજાગ્રસ્તોમાં મણિનગર-ઘોડાસર વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ શર્મા અને તેમના પત્ની ગીતાબેન શર્મા તેમ જ બોપલ વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ લીંબાચીયા, તેમના પત્ની નીતાબેન લીંબાચીયા અને હિમાશુંભાઈ પારેખનો સમાવેશ
અમદાવાદના આ પરિવાર સુરત ખાતે એક બેસણામાં હાજરી આપવા ગયા હતા, ત્યાંથી અમદાવાદ પરત ફરતી વખતે આણંદ-બરોડા વચ્ચે મહી નદીના બ્રીજ પર એકસપ્રેસ હાઇવે પર તેમની વેગન કારને ગંભીર અકસ્માત નડયો
અમદાવાદ,તા.31
અમદાવાદ-બરોડા એકસપ્રેસ હાઇવે પર આણંદ-બરોડા વચ્ચે મહી નદીના બ્રીજ પર સર્જાયેલા એક ભયંકર અકસ્માતમાં અમદાવાદના લીંબાચીયા પરિવાર અને શર્મા પરિવારનો હેમખેમ આબાદ બચાવ થયો હતો. જો કે, ગંભીર પ્રકારના આ અકસ્માતમાં તેમની કારનો ભુક્કો બોલી ગયો હતો અને અકસ્માતમાં બે મહિલા સહિત કુલ પાંચ વ્યકિતને ઇજા પહોંચી હતી. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
આ અકસ્માતના ઇજાગ્રસ્તોમાં મણિનગર-ઘોડાસર વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ શર્મા અને તેમના પત્ની ગીતાબેન શર્મા તેમ જ બોપલ વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ લીંબાચીયા, તેમના પત્ની નીતાબેન લીંબાચીયા અને હિમાશુંભાઈ પારેખનો સમાવેશ થાય છે. અમદાવાદના આ પરિવાર સુરત ખાતે એક બેસણામાં હાજરી આપવા ગયા હતા, ત્યાંથી અમદાવાદ પરત ફરતી વખતે આણંદ-બરોડા વચ્ચે મહી નદીના બ્રીજ પર એકસપ્રેસ હાઇવે પર તેમની વેગન કારને ગંભીર અકસ્માત નડયો હતો, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
અમદાવાદના પરિવારની વેગન આર તેમની આગળ જઇ રહેલા મોટા ડમ્પચાલકે અચાનક બ્રેક મારતાં લેફ્ટ સાઇડથી બચવાનો પ્રયાસ કરતાં બાજુમાં કોઇપણ પ્રકારના ઇન્ડીકેટર કે સીગ્નલ ચાલુ રાખ્યા વિના ઉભી રહેલી વોલ્વો કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી, જેમાં વેગન આર કારનો ભુક્કો બોલી ગયો હતો.
ભયંકર રીતે સર્જાયેલા આ અકસ્માતમાં કારમાં બેઠેલા અરવિંદભાઈ શર્મા, ગીતાબેન શર્મા, અશ્વિનભાઈ લીંબાચીયા, તેમના પત્ની નીતાબેન લીંબાચીયા અને હિમાશુંભાઈ પારેખને ગંભીર ઇજાઓ પહોંચી હતી, બીજીબાજુ, અકસ્માતની જાણ થતાં નેશનલ હાઇવે ઓથોરીટીના એકસપ્રેસ હાઇવે પરની એમ્બ્યુલન્સ ટીમ સાથે તાત્કાલિક દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગઇ હતી અને તેમને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી, જેના કારણે તમામ ઇજાગ્રસ્તોનો આબાદ બચાવ થયો હતો. જો કે, આ અકસ્માતમાં અમદાવાદના પરિવારની વેગન આર કારનો બહુ ખરાબ રીતે ભુક્કો બોલી ગયો હતો, જે કારની દશા જોઇ ભલાભલાના કાળજા કંપી જાય પરંતુ ઇશ્વરે વ્હારે આવી અમદાવાદના આ પરિવારની લાજ રાખી અને તેમનો જીવ આબાદ બચી ગયો હતો. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઇજાગ્રસ્તોના તમામના જીવ બચી જતાં સ્થાનિક લોકોએ પણ ભારે રાહતનો શ્વાસ લીધો હતો.
#bharatmirror #bharatmirror21 #news