નીતા લીંબાચીયા, અમદાવાદ
તા: 26 જાન્યુઆરી 2022:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા 26મી જાન્યુઆરી, 2022ના રોજ તેના પ્રાંગણમાં 73માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. GCCI ના પ્રમુખ શ્રી હેમંતભાઈ શાહ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે GCCI ના અન્ય હોદ્દેદારો , GCCI ની કાર્યકારી સમિતિના સભ્યો, અન્ય સમિતિઓ અને ટાસ્ક ફોર્સના સભ્યો તેમજ ચેમ્બરના સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે, India @100 – દેશના આગામી 25 વર્ષ માટે પ્રેરણાદાયી વાર્તાલાપની શ્રેણીની શરૂઆત GCCI પ્રમુખ અને અમૃત મહોત્સવ ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા કરવામાં આવી હતી.
જીસીસીઆઈના પ્રમુખ અને ડિફેન્સ સમિતિના સભ્યો દ્વારા ડિફેન્સ અને એરોસ્પેસ હેલ્પ ડેસ્ક નું પણઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ હેલ્પ ડેસ્ક નો હેતુ ગુજરાતના MSMEs કે જેઓ ડિફેન્સ ક્ષેત્રના મુખ્ય વિક્રેતા બનવા ઈચ્છે છે, તેમને ટેકો અને માર્ગદર્શન આપવાનો છે.