વૈશાલી શર્મા, સુરત.
તા. ૨૫ જાન્યુઆરી, ૨૦૨૨ :
પરિવર્તન એ સખીયા સ્કીન કલીનીકનો નિયમ અને ઇનોવેશન એ મિશન સ્ટેટમેન્ટ છે. નવી ટેકનોલોજી નવા સાધનો નવા ડીવાઈસીસ સાથે સખીયા સ્કીન કલીનીકને ૧૧ મો માળ, ઈન્ફિનિટી ટાવર, સુરત રેલ્વેસ્ટેશન નજીક શીફ્ટ કરવામાં આવ્યું છે. આ કલીનીક આશરે ૧૦૫૦૦ સ્ક્વેર ફૂટ માં ફેલાયેલું છે. સખીયા સ્કીન ક્લિનિક ૨૪ વર્ષના અનુભવ સાથે ભારતભરમાં પોતાની ૨૪ બ્રાન્ચો ધરાવે છે. અને નજીકના ભવિષ્યમાં નેશનલ તેમજ ઇન્ટરનેશનલ કક્ષાએ બીજી ૧૦૦ જેટલી બ્રાન્ચો ખોલવાનું સ્વપ્ન છે. સખીયા સ્કીન કલીનીક પાંચ લાખથી પણ વધારે દર્દીઓને ટ્રીટમેન્ટ આપી ચુક્યું છે.
સખીયા સ્કીન ક્લીનીકના ફાઉન્ડર શ્રી ડૉ.જગદીશ સખીયાના જણાવ્યા મુજબ, સખીયા સ્કીન ક્લિનિકનું વિઝન અને મિશન ‘પેશન્ટ ફર્સ્ટ’ છે. આ નવા સરનામે સખીયા સ્કીન કલીનીક વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી સાથે સુસજ્જ છે.
વર્લ્ડ ક્લાસ લેસર ટેકનોલોજી પણ ઇન્ફીનીટી ટાવરના સખીયા સ્કિન ક્લિનિકમાં ઉપલબ્ધ કરાવેલું છે. આ ઉપરાંત સખીયા સ્કિન ક્લિનિક દ્વારા ઇન્ફીનીટી ટાવરના બીજા માળ પર પ્લાસ્ટિક સર્જરી ડીવીઝન ચાલું કરવામાં આવ્યું છે. આ ક્લિનિકમાં વર્લ્ડ ક્લાસ લેઝર મશીન વડે વેઝર લાઈપો સેકશન પણ શરુ કરવામાં આવ્યું છે. જે અલ્ટ્રાસાઉન્ડ બેઇઝ ટેકનોલોજી છે અને ગુજરાતનું એકમાત્ર મશીન છે. આ ક્લિનિકમાં વાસ્ક્યુલર લેઝર ટેકનોલોજી પણ શરુ કરવામાં આવી છે, જે ટેકનોલોજી વેસ્ટર્ન ઇન્ડીયામાં સખીયા સ્કીન કલીનીક પાસે પહેલું છે. આ ઉપરાંત સખીયા સ્કીન ક્લિનિક દ્વારા ટેલી ડર્મેટોલોજી ક્લિનિક પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ફક્ત એક કોલ કરવાથી જ ચામડીના રોગોને લગતી સારવાર ઘરબેઠા ઉપલબ્ધ થશે.
ટેલી ડર્મેટોલોજીની MD Telederm, USA સર્વિસ અમેરિકામાં હવેથી શરુ કરવામાં આવી છે. જે mdtelederm.com પોર્ટલનું ઉદ્ઘાટન સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેના લીધે એન.આર.આઈ લોકોને બે થી ત્રણ મહિનાના વેઈટીંગ પીરીયડ માંથી છુટકારો મળશે અને ઘરે બેઠા બેઠા જ પ્રિસ્કીપ્શન અને ડાયગ્નોસીસ સેવા ઉપલબ્ધ થશે. આ ઉપરાંત સખીયા સ્કીન ક્લિનિક નજીકના ભવિષ્યમાં ઓનલાઈન ફાર્મસી પણ શરૂ કરવા જઈ રહ્યું છે. જેનાથી દર્દીઓ ઘરે બેઠા બેઠા જ ચામડીના રોગોને લગતી તમામ પ્રકારની દવાઓ મેળવી શકે.
સખીયા સ્કિન ક્લિનિક એ એક એવું ઇસ્ટિટયુટ છે જે ચામડી ના રોગો ડરમેટો સર્જરી, એસ્થેથિક પ્રોસિજર, લેસર એન્ડ પ્લાસ્ટિક સર્જરી વિગેરે જેવી બધા જ પ્રકારની સારવાર આ એક જ છત નીચે દર્દી મેળવી શકશે. તદુપરાંત એક જ છત નીચે ચામડી ના જટિલ રોગો જેવા કે, સોરાયસીસ, પમ્પફીગર્સ, ખરજવું, હઠીલી દાદર, એલર્જી, સફેદ ડાઘ, તજા ગરમી, ઉંદરી, મેલ્સમાં કે જે સ્ત્રીઓને ડિલિવરી પછી આવે છે, રક્તપિત્ત, વારસાગત ટાલ, નખના રોગ આ ઉપરાંત 5000 પ્રકારના ચામડીના રોગો છે જે ઘણી વખત અસાધ્ય છે તો તેવા પ્રકારના રોગોની સારવાર પણ ટેકનોલોજીની મદદથી સખીયા સ્કિન ક્લિનિક નવા મોલીક્યુલ ડિવાઇસેસની મદદથી તેનું સોલ્યૂશન શક્ય છે. આ ઉપરાંત ડરમેટો સર્જરી એટલે કે ચામડીમાં થતી અમુક સર્જરી છે, તેમાં સ્કાર સર્જરી, વિટિલિગો સર્જરી, સિસ્ટરેમોવૅલ, લાઈપોમાં સર્જરી, બર્થમાર્ક સર્જરી, કેલોસિટીનો ફેટ ટ્રાંસફર, સ્કાર રીવીસન જેવી અનેક પ્રકારની સર્જરી પણ સખીયા સ્કિન ક્લીનિકમાં ઉપલબ્ધ છે.
આ ઉપરાંત પ્રોસીઝર જેવા કે ડીટોક્સ, થ્રએન્ડ લિફ્ટ, કાબોક્સિ થેરપી, કયો થેરાપી, ડરમા રોલર, ડરમા પેન, ઓક્સિ ફેશ્યિલ, ફોટો ફેશ્યિલ, હાઇડ્રા ફેશ્યિલ, સેલ્યુલુલાઈટ ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ છે. ક્રાયબેલા થેરાપી જેવી ઘણી બધી નવી નવી થેરાપી જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ની હોઈ તે ભારતમાં સખીયા સ્કિન ક્લિનિક સાઉથ ગુજરાતની પોપ્યુલેશન માટે અમે ઉપલબ્ધ કરાવેલું છે. તેમજ દર્દીઓને પરવડી શકે એવા ખર્ચે ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત કોઈ ગરીબ દર્દી હોઈ એમને આ ટ્રીટમેન્ટની જરૂર પડે તો સખીયા સ્કીન ક્લીનીકના ફાઉન્ડરના માતૃશ્રીના નામથી શરુ કરવામાં આવેલ પી.જે. સખીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વરાછા રોડની ક્લિનિક માં દર મહિનાના પહેલા બુધવારે નિ:શુલ્કની ડાયગ્નોસિસ કરી અને જરૂરી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે. અને જરૂર પડે તો મોંઘી ટ્રીટમેન્ટ પણ રાહત દરે અથવા ફ્રી ઑફ ચાર્જમાં પણ કરી આપવામાં આવે છે. જેથી કોઈ પણ જરૂરિયાતમંદ દર્દી પણ આ બધી લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા સારવારની ઉપલબ્ધીથી વંચિત ન રહી શકે.
ક્લીનીકના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી હર્ષ સંઘવી (ગૃહ રાજ્યમંત્રી, ગુજરાત), શ્રીમતી દર્શનાબેન જરદોશ (કેન્દ્રીય રાજ્ય રેલ અને કાપડ મંત્રી), શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા (મેયર, સુરત), શ્રી પ્રવીણભાઈ ઘોઘારી (MLA કરંજ), શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શ્રી કિશોરભાઈ કાનાણી વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.