રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિબિંબ સમા પવિત્ર શ્રી રામધામ ના નિર્માણ મા તન-મન-ધન થી સહયોગ આપવા મોરબી લોહાણા સમાજ ના આગેવાનો કટીબધ્ધ
તા: 24 જાન્યુઆરી 2022:
સમસ્ત લોહાણા સમાજ ની એકતા ના પ્રતિબિંબ સમા પવિત્ર શ્રી રામધામ ના નિર્માણનું કાર્ય પુરજોશ મા શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા એવા રઘુવંશી સમાજ ના અગ્રણી મા.શ્રી જીતુભાઈ સોમાણી ની અધ્યક્ષતા મા મોરબી લોહાણા મહાજન દ્વારા સમસ્ત લોહાણા સમાજની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા બહોળી સંખ્યામાં રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત દરેક મહાનુભવો એ વિશાળ ફલક પર નિર્માણાધિન પવિત્ર શ્રી રામધામ ના નિર્માણ કાર્યમાં તન-મન-ધન થી સહયોગ આપવા કટીબધ્ધતા દર્શાવી હતી.
આગામી ફેબ્રુઆરી તા.૧૦ થી ૧૨ દરમિયાન વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી નજીક જાલીડા મુકામે નિર્માણાધિન શ્રી રામ ધામ ખાતે સદ્ગુરુ દેવ શ્રી પરમ પૂજ્ય હરીચરણદાસજી મહારાજ ના આશિર્વાદ થી તેમના સાનિધ્યમાં શ્રી રામ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેમાં દરેક ભાઈઓ-બહેનો ને પધારવા શ્રી રામધામ કમિટી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.