અશ્વિન લીંબાચીયા, અમદાવાદ.
તા: ૨૪ જાન્યુઆરી ૨૦૨૨:
આઝાદ હિન્દ ફૌજ ની સ્થાપના કરી ને દેશ ને ગુલામી ની જંજીરોથી મુક્ત કરાવવા માંટે એમની વીરતા, રાષ્ટ્પ્રેમ, ફનાહગીરી તથા અમુલ્ય આત્મ સમર્પણ કરનાર ભારતના સપુત નેતાજી સુભાષચંદ્ર બોઝ ની ૧૨૫ મી જન્મજયંતી નિમિત્તે સરદાર પટેલ શાક-ભાજી પાથરણા બજાર, એકસ્પ્રેસ હાઈવે સામે, સી.ટી.એમ.ખાતે માનવ અધિકાર ગૃપ ના પ્રમુખ શ્રી જયોજૅ ડાયસ ની આગેવાની હેઠળ પુષ્પાંજલી અર્પણ કરી કેક કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી.
આઝાદ દેશ ની રક્ષાના કાજે શહીદ થનાર નામી-અનામી સુરક્ષાકમિૅૅઓ તેમજ સરહદો ઉપરનિષ્ઠાપૂવૅક ફરજબજાવતા સૈનિકો તથા રાટ્રપ્રેમી કોરોના વોરીયૅસ, અનન્ય સેવકો ને સલામી આપી હતી. જેમા અગ્રણી શ્રી જયોજૅ ડાયસ, રાહુલ ભીલ, ભરત શમાૅ, નોએલ ક્રિશ્ચયન, સુનિલ કોરી, રાજેશ આહુજા, લક્ષમીનારાયણ કહાર વગેરે મોટી સંખ્યા મા ઉપસ્થિત રહયા હતા.