અશ્વિન લીંબાચીયા, અમદાવાદ,
તા: 10 જાન્યુઆરી 2022:
સ્ક્રેપ થયેલા કે વેચેલ વાહનોનો પોતાની પસંદગીનો નંબર વાહન ચાલકો હવે નવા વાહન માટે પોતાની પાસે રાખી શકશે.
આ પોલીસીમાં વાહન માલીક બે વખત તેઓના વાહન નંબર રીટેન્શન કરી શકશે, જોગવાઇ મુજબ જ ફી ચૂકવવાની રહશે. અને હા વાહન નંબર રીટેન્શન માટે અગાઉ જેમ ચોઇસ નંબર માટે નિયત કરેલ ફીની જોગવાઇ મુજબ ટુ-વ્હીલરના ગોલ્ડન નંબર માટે 8000 રૂપિયા
સિલ્વર નંબર માટે 3500 રૂપિયા અને અન્ય નંબર માટે 2000 રૂપિયા અને
અન્ય વાહનો માટે ગોલ્ડન નંબર માટે 40000 રૂપિયા, સિલ્વર નંબર માટે 15000 રૂપિયા ફી ચુકવવાની રહેશે.