અશ્વિન લીંબાચીયા
તા.01 જાન્યુઆરી 2022:
2021નું વર્ષ વિદાઇ લઇ રહ્યું છે, ત્યારે યુવાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરી શહેરની કોલેજોમાં ઉજવાતા વિવિધ ડેયઝ યુવાઓમાં ખૂબ જ પ્રિય હોય છે.
ત્યારે અમદાવાદ શહેરમાં આવેલી જેજી ઇન્સ્ટિટ્યુટ ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કોલેજ ખાતે પણ વિવિધ ડેયઝની ઉજવણી કરવામાં આવી રહી છે. પણ આ કોલેજમાં ફૂડને આવરી લઇ ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ફૂડ ઑન ફાયરની અનોખી કોમ્પિટિશન આયોજિત કરવામાં આવી હતી.
કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને એવી સ્પર્ધા આપવામાં આવી કે કોઇ એક જ કોમન વસ્તુ બનાવે. જેથી કોઇ એક જ વાનગીમાં વૈવિધ્યતા મળી રહે છે. અને તે વાનગીમાં દરેક સ્પર્ધક પોતાની ક્રિએટીવીટી દર્શાવી શકે.
આવી વૈવિધ્ય ધરાવતી વાનગી બનાવવા યુવામાં સૌથી પ્રિય એવી મેગીની પસંદગી કરવામાં આવી હતી. સ્પર્ધા ફૂડ ઑન ફાયર સબજેક્ટ પર આધારિત હતી માટે વિદ્યાર્થીઓ ચૂલો જાતે જ બનાવી મેગીની વિવિધ વાનગીઓ તૈયાર કરી હતી. આ તમામ મેગી વાનગીઓને જજ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં 21 ગ્રુપે ભાગ લીઘો હતો, જેમાં દરેક ગ્રુપમાં છ-છ વિદ્યાર્થીઓ હતા. આ સ્પર્ધાના આયોજન પાછળ હેતુ વિદ્યાર્થીઓના હોલિસ્ટિક ડેવલપમેન્ટનો છે. તેમ જેજી ઇન્સ્ટિટ્યુટ ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના ડાયરેક્ટર ડૉક્ટર પાવન પંડિતે જણાવ્યું હતુ.