અશ્વિન લીંબાચિયા
તા.31 ડિસેમ્બર 2021: રાજકોટમાં મુખ્યમંત્રીશ્રી સુશાસન સપ્તાહ સમાપન સમારોહ ઊજવણી ના ભાગ રૂપે હાજરી આપવા ગયા ત્યારે રાજકોટ ભાજપ ના કાર્યકતા દ્રારા અતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીના સ્વાગતમાં શહેર ભાજપ યુવા મોરચાના ૧૦૦૦થી વધુ કાર્યકર્તાઓ કેસરી કેપ સાથે બાઇક સાથે જોડાઈને ભવ્ય રેલી સ્વરૂપે મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. તથા મુખ્યમંત્રીશ્રીને સત્કારવા સંતો-મહંતો શહેરના શ્રેષ્ઠીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓના હોદ્દેદારોની ઉપસ્થિતિ રહી હતી.
મુખ્યમંત્રીશ્રીના સ્વાગતમાં જુદા-જુદા રંગારંગ – સાંસ્કૃતિક કાર્યક્રમો માં કુલ ૬૧ સ્વાગત પોઇન્ટ પર વિવિધ સમાજના અગ્રણીઓ – સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા.
શહેર પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ આયોજન પુરી તૈયારીઓ કરવામાં આવી હતી.