અનુભવી કેપ્ટન્સ, પ્રખર મેમ્બર ખેલાડીઓ અને સહાયક પ્રાયોજકો
દ્વારા નેટવર્કિંગની આ અનોખી ઇવેન્ટનું રજૂઆત
અશ્વિન લીંબાચીયા,
૩૧ ડિસેમ્બર ૨૦૨૧: અમદાવાદ: છેલ્લા બે વર્ષથી કોવિડના કારણે વ્યવસાયોમાં મંદીનું વાતાવરણ રહ્યું હતું પરંતુ હાલમાં આખું વિશ્વ ધીમે ધીમે કોવિડની અસરમાંથી બહાર આવી રહ્યું છે અને બજારમાં તેજી આવી રહી છે. આ જ તેજીને વધુ વેગ આપવા માટે બીઝ ટ્રિઝ નેટવર્ક કોમ્યુનિટી દ્વારા બીઝ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતીઓ ક્રિકેટ શોખીન હોવાથી અને તેજીને વધુ વેગ આપવાના હેતુથી બીઝ ટ્રીઝ નેટવર્ક દ્વારા છેલ્લા એક મહિનાથી બીઝ પ્રીમિયર લીગનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
બીઝ ટ્રિઝના પ્રણેતા અને અઘ્યક્ષા સુશ્રી રિદ્ધિ રાવલ તથા પ્રેસિડેન્ટ શ્રી કૃપાલ ઠક્કરે જણાવ્યું હતું કે, ” બીઝ ટ્રિઝ નેટવર્કમાં કુલ ચાર ચેપ્ટર છે, આરંભ, આસમાન, અનંત અને અવ્યાન અને એમાંથી કુલ ૨૫૦ મેમ્બર્સએ આ લીગમાં ભાગ લીધેલ છે. બીઝ પ્રીમિયર લીગમાં કુલ ૧૪ ટીમ ક્રિએટ કરવામાં આવી હતી, આ આયોજન પાછલા એક મહિનાથી ચાલી રહ્યું છે. અને એમનું રિઝલ્ટ આજના દિવસે ૩૦ ડિસેમ્બરે એનાઉન્સ કરવામાં આવ્યા. આ લીગ ૩ રાઉન્ડમાં રમવામાં આવ્યું હતું. પહેલા રાઉન્ડ પાવર પ્લે હાઊસ, સેકન્ડ રાઉન્ડ સેમી ફાઇનલ્સ અને લાસ્ટ રાઉન્ડ ફાઇનલ્સના નામથી રમાયું હતું. અત્યારે ટોટલ ૯ ટીમો ફાઇનલ્સમાં ભાગ લઇ રહી છે, અહીંયા કુલ ૨૭ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા.”
કાર્યક્રમને સફળ બનાવા માટે વૈશાલી ગૃહ ઉદ્યોગ, ઉત્સવ ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઇન્મેન્ટ, અવંતિકા ઈન્ફોટેક, સમ્યક વુમેન્સ કલબ, ડિજિટલ સેવા કેન્દ્ર, નિત્ય વેદા, હાર્દિ ઈન્ફોટેક, માતૃવેદમ પાચક ગુણી ચૂર્ણ, ઓઝા બ્રદર્સ, એસ્ટ્રો માસ્ટરી, ઓરીફ્લેમ, ન્યુટ્રીશનલ ડાયેટ એડવાઇસર, આંશીં એન્ટરપ્રાઇઝ, સ્પોટલાઈટ ઓન સ્ટાઇલ, ટ્રેન્ડ લૂક અને હોઉસે કેક બાઈ રિદ્ધિ શાહ જેવા બ્રાન્ડ્સ પણ આગળ આવીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.અમારા માનનીય ખાસ મહેમાન ડૉ.આર.કે.સાહુ (અમદાવાદ શહેર પ્રાણી સંગ્રહાલયના ડિરેક્ટર), શ્રીમતી માલતી મહેતા (EMMRC મીડિયા કોમ્યુનિકેશન એક્સપર્ટ, શોર્ટ ફિલ્મ મેકરના ભૂતપૂર્વ ડિરેક્ટર), ૨૧મું ટિફિન મૂવીના સ્ટાર કાસ્ટ અને મિસ્ટર પિનાકીન ગોહિલ (અમિતાભ બચ્ચનના ડુપ્લીકેટ) આ કાર્યેક્રમ દરમિયાન હાજર રહ્યા હતા.
શ્રી કૃપાલ ઠક્કર, શ્રી વૃશાંક મેહતા અને શ્રીમતી રીન્કુ શાહે જણાવ્યું કે આ પ્રીમિયર લીગમાં ભાગ લેનાર મેમ્બરોએ O2O ,પાવર મીટ, એક બીજાને બિઝનેસ આપીને અને બીઝ ટ્રીઝ નેટવર્કિંગ ગ્રુપની સદસ્યતા વધારીને આ ટુર્નામેન્ટમાં પોઈન્ટ્સ જીત્યા હતા અને એક બીજા ને મદદ કર્યું હતું. એપીકલ બેનક્વિટ ખાતે ૩૦ ડિસેમ્બરના રોજ બીઝ પ્રીમિયર લીગના વિજેતાઓને બીઝ ટ્રિઝ નેટવર્કના ઉચ્ચ મેનેજમેન્ટના સભ્યો દ્વારા વિજેતા ટ્રોફી એનાયત કરવામાં આવી હત
#bharatmirror #bharatmirror21 #news #ahmedabad #biz