અશ્વિન લીંબાચિયા, અમદાવાદ.
તા.27 ડિસેમ્બર 2021:
અમદાવાદના પૂર્વ મેયર મીનાક્ષી પટેલ લાયન ડીસ્ટ્રીકટ 3232-B-1માં
રીજીયન ચેરપરસન તરીકે કામગીરી સાંભળી un સેવા કાર્યોમાં જોડાયા
મીનાક્ષીબેન પટેલ પૂર્વ મેયર અમદાવાદ શહેર અને અત્યારે હું લાયન ડીસ્ટ્રીકટ 3232-B-1 માં રીજીયન ચેરપરસન તરીકે કામગીરી સાંભળીને સેવા કાર્યોમાં જોડાયેલા રહયાં છે. તેમની કારકિર્દીની વાત કરીએતો ૧૯૯૦થી ભારતીય જનતા પાર્ટી જોડાઈને એક સક્રિય કાર્યકર્તા તરીકે કામગીરી કરતા કરતા અનેક જવાબદારીઓ સાથે સંગઠન ક્ષેત્રે જવાદરીઓ સંભાળી છે. અને અત્યારે લાયન ડીસ્ટ્રીકટ 3232-B-1માં રીજીયન ચેરપરસન તરીકે કામગીરી સાંભળીને સેવાકાર્યો કરી રહ્યા છે.
અમદાવાદ જિલ્લામાં મહિલા મોરચામાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળીને ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક મહિલાઓનું સંગઠન કરીને પાર્ટીમાં જોડવાનો અથાગ પ્રયાસો કરીને સંગઠન મજબૂત બનાવવા કટિબંધ મીનાક્ષીબેન રહ્યાં છે. તેવી જ રીતે કર્ણાવતી શહેરમાં પણ મહિલા મોરચના પ્રમુખ બનીને મહિલાઓનું સંગઠન મજબૂત બનાવ્યું છે. આ દરમિયાનમાં જોધપુર નગરપાલિકામાં બીનહરીફ ચૂંટાઈ આવીને નગરપાલિકાના સભ્ય તરીકે ખુબજ સુંદર પ્રજાલક્ષી સેવાના કર્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૨૦૧૦માં કોર્પોરેશન ચૂંટણી લડીને જીતીને પહેલા વર્ષે સ્ટેન્ડિંગના સભ્ય તરીકે કામગીરી ને બીજા વર્ષે એટલે કે ૨૦૧૧ થી ૨૦૧૨ સુધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરપરસન તરીકે શહેરના વિકાસકાર્યો કર્યા. ૨૦૧૩ થી ૨૦૧૫ સુધી શહેરના પ્રથમ નાગરિક (મેયર) તરીકે પણ રહી ચુક્યા છે.
મીનાક્ષીબેન દ્રારા સ્મિત નામની લાયન્સ રિજનલ -3ની કોન્ફરન્સ નું આયોજન કર્યું છે.
તેમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રિય મંત્રી શ્રી પુરષોતમ રૂપાલા ને આમંત્રિત કરવામાં આવેલા. સ્મિત રિજનલ -3માં 14 કલબની પરેડ કરવામાં આવેલી અને ઓળખ પરેડનો પણ રાઉન્ડ કરવામાં આવેલો.