અશ્વિન લીંબાચિયા, અમદાવાદ.અમદાવાદ, તા. 27 ડિસેમ્બર 2021:
દરેક વ્યક્તિના જીવનમાં નાની-મોટી મુશ્કેલીઓ જોવા મળતી હોય છે અને મુશ્કેલીઓને પાર પાડવા માટે દરેક લોકો પોતાના અનુભવ મુજબ ટેરો કાર્ડ રીડિંગ એસ્ટ્રોલોજી, વાસ્તુશાસ્ત્ર, હીલિંગ, પ્રેનીક હીલિંગ, ક્રિસ્ટલસ, જેમસ્ટોન, રુદ્રાક્ષ સાઉન્ડ થેરાપી નો ઉપયોગ કરતા હોય છે. ત્યારે દરેક વસ્તુ એકજ છત નીચે મળી રહે અને વ્યક્તિ દરેક પ્રોબ્લેમ માંથી બહાર આવી શકાય તે હેતુથી ગુજરાત ફાઇનેસ્ટ સ્પ્રિંચીયુલ ફેર સીઝન -4 નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રોગ્રામ વિશે વાત કરતા આયોજક શ્રી મિત દવે દ્વારા જણાવામાં આવ્યું હતું કે, આ ચોથું વર્ષ છે. દરેક લોકો એક જગ્યા દરેક સમસ્યાનું સમાધાન મેળવી શકે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં સમગ્ર ભારત માંથી લોકો ભાગ લહી રહ્યા છે. આશરે 20 જેટલા જાણકાર લોકો જોડાઈ હતા. જેઓ અમદાવાદમાં દરેક લોકોની સમસ્યાનો નાશ સમાધાન કરતા હતા.

સ્પિરિચ્યુલ ફેર ના સહ આયોજક હાર્દિ લુહાર જણાવે છે કે આ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાંથી અલગ અલગ વિદ્વાનો ને એક સાથે એક છત હેઠળ મળી શકાય.

અને અમદાવાદ ના નાગરિકો એકદમ નજીવી રકમ માં અલગ અલગ આધ્યાત્મિક પદ્ધતિ અને હીલિંગ ની જાણકારી મેળવી – અનુભવ કરી શકે છે.
#bharatmirror #bharatmirror21 #news #ahmedabad
#Spiritual #healing
