ડૅઝર્ટ્સના અનુંભવને વધુ ઊંચે લઈ જવા માટે ખાસ રચવામાં આવેલા ચૉકો ચંક્સ અને ચૉકો નટ ડિપ્ડને રજૂ કરે છે
રાષ્ટ્રીય, ડિસેમ્બર 2021,
TCલિ.ની ભારતની સૌથી પ્રિય પ્રીમિયમ કૂકી બ્રાન્ડ સનફીસ્ટ ડાર્ક ફૅન્ટસીએ ડાર્ક ફૅન્ટસી ડૅઝર્ટ્સની લૉન્ચની જાહેરાત કરી છે. ડાર્ક ફૅન્ટસી ડેઝર્સ્ટ્સમાં બે રુચિકર અને મોંમાં પાણી લાવી મૂકે એવી સેન્ટર-ફિલ્ડ કૂકીઝ –ચૉકો ચન્ક અનેચૉકો નટ ડિપ્ડનો સમાવેશ થાય છે. આ લૉન્ચ સાથે, બ્રાન્ડનું લક્ષ્યાંક ચૉકો ફૅન્ટસીના નેજા હેઠળની ફ્લૅગશિપ બ્રાન્ડ ચૉકો ફિલ્સની વિશિષ્ટતા સમાન ચૉકો અનુભવને વધુ ઊંચે લઈ જવાનું છે.
કૂકીની અંદર ડૅઝર્ટની આ શ્રેણી ગ્રાહકોને પોતાના દિવસનો અંત કલ્પનાસભર રીતે લાવવા માટે વધુ એક કારણ આપે છે – જે આ બ્રાન્ડની હાર્દસમા વિચાર ‘દિન ખતમ ફૅન્ટસી શુરૂ’નું વિસ્તરણ પણ છે.
નવા યુગના ગ્રાહકોમાં પહેલી પસંદગીના ડૅઝર્ટ બનવાનો ડાર્ક ફૅન્ટસી ડૅઝર્ટ્સનો પ્રયાસ છે. સ્વાદ અને અનુભૂતિના વધુ બહેતર અને સુધારિત અનુભવ સાથે, બજારમાં ઉપલબ્ધ ચૉકો કૂકીઝને એક નવા જ સ્તર પર લઈ જવાનો તેનો પ્રયાસ છે.
ડાર્ક ફૅન્ટસી ડૅઝર્ટ્સ કલેક્શનમાં બે લલચાવનારી સ્વાદિષ્ટ મિજબાનીઓનો સમાવેશ થાય છેઃ
(1) ચૉકો ચંક્સ કૂરકૂરા પડમાં સ્વાદિષ્ટ ચૉકો ચિપ્સ અને તેની અંદર અદભુત મુલાયમ મૉલ્ટન ચોકો ક્રીમ છલોછલ ભરેલી આ અદભુત કૂકી છે. તે ખરા અર્થમાં સંપૂર્ણ અને એકથી વધુ પડ ધરાવતી ચૉકો મિજબાની છે. એક બૉક્સમાં ચાર કૂકીઝ સાથેના તેના 75 ગ્રામના પૅકની કિંમત છે રૂ. 50.
(2) ચૉકો નટ ડિપ્ડઃ ચૉકો અને હૅઝલનટથી છલોછલ કૂકીઝ, જેના ઉપરના પડ પર કાજુ અને બદામ ભભરાવેલા છે. તેને રેશમ જેવા મુલાયમ ચૉકોથી આવરી લેવામાં આવ્યું છે, જેથી ખાનારને એકંદર મજેદાર અને પ્રીમિયમ ચૉકો અનુભવ મળે. એક બૉક્સમાં છ કૂકીઝ સાથેના તેના 100 ગ્રામના પૅકની કિંમત છે રૂ. 50.
ડાર્ક ફૅન્ટસી ડૅઝર્ટ્સના લૉન્ચ પ્રસંગે બોલતા, ITCલિમિટેના બિસ્કિટ્સ અને કૅક્સ ક્લસ્ટર, ફૂડ ડિવિઝનના ચિફ ઑપરેટિંગ ઑફિસર, શ્રી. અલી હેરિસ શેરેએ જણાવ્યું હતું કે, “ડાર્ક ફૅન્ટસીને તેની આનંદકારક ચૉકો રચનાને કારણે લોકપ્રિય છે. ડાર્ક ફૅન્ટસી ડૅઝર્ટ્સ લૉન્ચ કરવાનો વિચાર બ્રાન્ડના ઉપભોગના પ્રસંગો વધારવા માટેના અમારા અવિરત ચાલતાં પ્રયાસોમાંથી સ્ફૂર્યો છે. ભારત આમ પણ અનાદિ કાળથી મીઠાઈના શોખીનોના દેશ તરીકેની ખ્યાતિ ધરાવે છે. આ નવી ભેટ સાથે, અમે ગ્રાહકો માટે ઉત્કૃષ્ટ અને આનંદકારક ડૅઝર્ટ અનુભવ લાવી રહ્યા છીએ. ભારતના નવા યુગના ગ્રાહકોની સતત વિકસી રહેલી પસંદગીઓ સાથે સુમેળ ધરાવતી, આ નવી ભેટ બ્રાન્ડને એક નવી ઉત્તેજના અને વધુ ઉન્નત અપીલ આપે છે. અમને પૂરો આત્મવિશ્વાસ છે કે, આ લૉન્ચ સાથે સનફીસ્ટ માટે ડેઝર્ટનું એક નવું સેગ્મેન્ટ ખૂલશે અને કૂકીઝના ક્ષેત્રમાં તે અમારી માટે અનેક નવી રસપ્રદ શક્યતાઓના દ્વાર પણ ઉઘાડશે.”
ડાર્ક ફૅન્ટસી ડૅઝર્ટ્સ દક્ષિણ તથા પશ્ચિમ ક્ષેત્રમાં તથા દિલ્હી અને કોલકાતા / આખા દેશમાં રિટેલ સ્ટોર્સ અને પસંદગીના મૉડર્ન ટ્રેડ સ્ટોર્સ ઉપરાંત ITCની ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર ચેનલ, www.itcstore.in પર પણ ઉપલબ્ધ થશે. ડાર્ક ફૅન્ટસી ડૅઝર્ટ્સના લૉન્ચને 360 અંશની પ્રચાર ઝુંબેશનો આધાર હશે, જેની રચના એ રીતે કરવામાં આવી છે કે બ્રાન્ડની પ્રીમિયમ ઑફરિંગ આગળ આવે.
#bharatmirror #bharatmirror21 #news