અશ્વિન લીંબાચીયા,
અમદાવાદ. 24 ડિસેમ્બર, 2021
પોષક તત્વોથી ભરપૂર મિલેટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા માટેના કેન્દ્ર સરકારના પ્રયાસોના સકારાત્મક પરિણામરૂપે ભારતના પ્રસ્તાવને સ્વિકારતા યુનાઇટેડ નેશન્સ (યુએન) અને 70થી વધુ દેશોના સહયોગથી વર્ષ 2023ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ જાહેર કરવામાં આવ્યું છે.
મિલેટ્સના ગુણો પ્રત્યે લોકોમાં જાગૃતિનો પ્રસાર કરવાના સરકારના પ્રયાસોમાં મદદરૂપ બનતાં કિસાન દિવસ નિમિત્તે ફિક્કી ફ્લો દ્વારા સેલિબ્રિટી શેફ સાથે મળીને મિલેટ્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સદીઓના જૂના પોષક તત્વોથી ભરપૂર મિલેટ્સની વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરાઇ હતી અને રોજિંદા આહારમાં મિલેટ્સને સામેલ કરતાં સ્વાસ્થ્ય ઉપર તેના સકારાત્મક લાભો અંગે જાણકારીનો પ્રસાર કરાયો હતો.
મહત્વપૂર્ણ છે કે આ ફેસ્ટમાં નેશનલ પ્રેસિડેન્ટ ઉજ્જવલા સિંઘાનિયા સાથે ચેરપર્સન નંદિતા મુનશો તેમજ ફિક્કી ફ્લો અમદાવાદના મેમ્બર્સ ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે મિલેટ્સના આરોગ્યવર્ધક લાભોની સાથે-સાથે સેલિબ્રિટી શેફ પાસેથી સ્વાદિષ્ટ મિલેટ્સની વાનગીઓ બનાવતા પણ શીખી હતી.
મિલેટ્સ ફેસ્ટનો મૂળ ઉદ્દેશ્ય આપણી રસોઇમાં મિલેટ્સને સામેલ કરવાનો હતો કારણકે તે વ્યક્તિની એકંદર તંદુરસ્તી માટે મિલેટ્સના ઉપયોગથી ઘણાં લાભ થાય છે. તે એનવાયર્નમેન્ટ ફ્લેન્ડલી, આર્થિક રીતે પોષાય તેવું તથા વ્યક્તિના શરીરને અનેક રીતે લાભદાયી છે. વધુમાં દૈનિક આહારમાં વધુને વધુ લોકો મિલેટ્સનો સમાવેશ કરે તે માટે જાગૃતિનો પણ પ્રસાર કરવાનો પ્રયાસ કરાયો હતો.