અશ્વિન લીંબાચિયા
તા.22-12-2021, અમદાવાદ.
લોકશાહી શાસનપ્રણાલીમાં બધા રાજકીય પક્ષો મતબેંકોના રાજકારણથી પ્રેરાઇને હિન્દુ સમાજને વિવિધ સંપ્રદાયો અને જ્ઞાતિઓમાં વેરવિખેર કરતા જાય છે
. હાલ હિન્દુ સમાજ 20 હજાર જેટલા વિવિધ મત-પંથ અને સંપ્રદાયમાં અને 30 હજાર જેટલી જ્ઞાતિઓના વાડામાં વહેંચાઇ ગયો છે.
રાજસત્તા દ્વારા વિવિધ કાયદાઓ ઘડી સ્થિતિ સુધારવાના પ્રયત્નો થતા હોવા છતા 75 વર્ષ પછી પણ દિન પ્રતિદિન સ્થિતિ વણસતી જાય છે. તેથી દેશને સંપ્રદાયવાદ અને જાતિવાદના વિષચક્રમાંથી મુક્ત કરવાનો ઇલાજ પણ ધર્મસત્તા પાસે જ છે.
તેમ જણાવી ગુરૂ વંદના મંચ દ્વારા ભારતમાં રાજસત્તા સાથે ધર્મસત્તા હોવી જોઇએ તે વિચારધારા સાથે હિન્દુ ધર્મસભા મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ હિન્દુ ધર્મસભા મહાકુંભ 23 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે આયોજિત થવા જઇ રહ્યો છે. જે વિશે રાષ્ટ્ર વંદના મંચના પ્રમુખ ડી.જી. વણઝારા સહિતના ઉપસ્થિતોએ પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી હતી.
ગાંધીનગરમાં યોજાશે હિન્દુ ધર્મસભા મહાકુંભ
દેશમાં રાજસત્તા સાથે ધર્મસત્તા જરૂરીઃ ગુરૂ વંદના મંચ
રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે સાધુ-સંતો
વિવિધ સંપ્રદાયોના અનુયાયીઓ રહેશે ઉપસ્થિત
ડી.જી. વણઝારા (પ્રમુખ, રાષ્ટ્ર વંદના મંચ)
એસ.પી. સ્વામી (સ્વામિનારાયણ મંદિર, ગઢડા)
જગદગુરૂ સૂર્યાચાર્ય કૃષ્ણદેવનંદગીરીજી મહારાજ
#bharatmirror #bharatmirror21 #news #ahmedabad #hindudharmasattamahakumbh